SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવભરેલું સંબંધમય સંબોધન છે. સંવેદનશીલ સંવાદ છે. કીર્તનનો અભિપ્રાય થાય છે કે કીર્તન કરવાવાળો, જેમના પ્રત્યે કીર્તન કરવામાં આવે છે. તે કીર્તન ફકત એમને જ પહોંચે છે. આ એક આધ્યાત્મિકતા સાથેની લૌકિક વ્યવસ્થા છે. શબ્દો કોઇ પણ સાંભળી શકે છે. પરંતુ ભાવ માત્ર એમના સુધી જ પહોંચે છે.વ્યવહારમાં કેટલીય વાર આપણે સૂત્ર, સ્તોત્ર, મંત્ર, સ્વાધ્યાય કે માંગલિક બીજા દ્વારા સાંભળીએ છીએ કે અન્યને સંભળાવીએ છીએ. એ વખતે શબ્દોનો અભિપ્રાય શબ્દનાં અર્થ સાથે નહીં પણ ભાવાર્થ સાથે રજુ થાય છે. સ્તુતિમાં સ્તોત્ય જ્યાં સુધી “તે” બનીને રહે છે ત્યાં સુધી શબ્દાર્થનું મહત્ત્વ રહે છે. પરંતુ એ જ્યારે “તું” બની જાય છે સમક્ષ હાજર થઇ જાય છે. ત્યારે શબ્દોમાં ભાવાર્થનું મહત્વ રહે છે. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાયામાં પ્રયુક્ત શબ્દ તીર્થંકર, જિન અને અરિહંત દ્વિઅર્થી અર્થાત્ “તે” અને “તું” બન્ને અર્થો માટે વાપરવામાં આવ્યાં છે . ગાયા બે, ત્રણ, ચાર માં નાદસહિત મંત્રમય કીર્તન છે. ગાથા પાંચ અને છમાં પ્રત્યક્ષ સંવાદ છે. ગાયા સાતનાં અંતમાં “સિધ્ધા” શબ્દથી સિધ્ધો પ્રત્યે સંબોધન છે. સાંભળવાની સંસ્કૃતિ ભલે જૂની છે છતાંપણ ભાવોની પ્રકૃતિ તો સદાય નવીન જ હોય છે. હવે મને વિશ્વાસ થઇ ગયો કે તું મારું કીર્તન લઇ ચૂકયો છે. મારો પોકાર સાંભળી ચૂક્યો છે. તું મને ઓળખી ગયો છે. મને અહેસાસ છે કે તું તે જ છે. જેનું મારા દ્વારા કીર્તન થયું છે. અહીં ભક્ત હૃદયનાં અવાજમાં બહુ જોશ છે. ભગવાનની શક્તિથી ભક્તની ભકિત કંઇ નિર્બળ નથી હોતી. પહેલા પોકાર થાય છે એના પછી નમસ્કાર થાય છે પછી સ્વીકાર થાય છે. નમસ્કારમાં આપણે આપીએ છીએ, પૂજામાં આપણે લઇએ છીએ. એટલે જ પ્રણામ પછી પૂજન થાય છે. પરમાત્માની સેવા હોય છે. પ્રભુની આજ્ઞાનો સ્વીકાર હોય છે. વંદનમાં આપવાનું છે પૂજનમાં લેવાનું છે જેટલા પ્રેમથી આપવામાં આવે છે એનાથી વધારે પ્રેમથી લેવાનું પણ હોય છે. સમર્પણ એ મફતનો સોદો નથી, અહીં તો વ્યાજ સહિત પાછું મળે છે, પરંતુ આપવાના હોય તો ? જો કીર્તન વંદન વ્યવહાર હોય તો પૂજન પણ કેવી રીતે સાચું હોઇ શકે? એ પણ એક વ્યવહાર છે. ગાયા બે ત્રણ અને ચારમાં વંદના શબ્દ પાંચ વાર રજુ થયો છે. અહીં“વંદે” શબ્દ ત્રણ વાર અને “વંદામિ” શબ્દનો બે વાર પ્રયોગ થયો છે, બન્નેનો અર્થ વંદન કરું છું. એમ જ થાય છે. વંદન કરવાનો મતલબ છે. “કપટ રહિત થઇ આતમ અર્પણા” આનંદઘનજીએ ચોવીસીનાં પ્રથમ ૠષભદેવ સ્તવનમાં કહ્યું હતું અર્પણમાં આત્માર્પણ જ જોઇએ. અને એ પણ કોઇ પણ પ્રકારની માયા કપટથી રહિત હોવું જોઇએ. પરમાત્માના ચરણોમાં આપણે શું આપી શકીએ? જગતમાં અનંત પદાર્થ છે. [105]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy