________________
૨૪૬ : સ્વાધ્યાય સંચય
તિહાં હવા પવન નહિ સંચરે રે લોલ,
નહિ સેજ તલાઈ પલંગ જો; તિહાં લટકી રહ્યો ઊંધે શિરે રે લોલ,
દુ:ખ સહતાં અપાર અનંત જો. તું ૦ ૨ ઉહાં કોડી સૂઈ" તાતી" કરી રે લોલ,
સમ કાળે ચાંપે કોઈ રાય જો; તેથી અનંતગણું તિહાં કને રે લોલ,
દુ:ખ સહેતાં વિચાર તે થાય જો. તું ૩ હવે પ્રસવે જો મુજ માવડી રે લોલ,
તો કરું તાજપ ધ્યાન જો; હવે સેવું સદા જિન ધર્મને રે લોલ,
મૂરું કુગુરુનો સંગ અજ્ઞાન જો. તું ૦ ૪ જ્યારે જન્મ્યો ત્યારે ભૂલી ગયો રે લોલ,
‘ઉઆં ઉઆં રહ્યો ઈમ કહેવાય જો; તિહાં લાગી લાલચ રમવાતણી રે લોલ,
આયુ અંજલી જળ સમ જાય જો. તું ૫ છમ બાળક વય રમતે ગઈ રે લોલ,
થયો યૌવને મકરધ્વજ* સહાય જો; ચિત્ત લાગ્યો તદા રમણી સુખે રે લોલ,
પુત્ર-પૌત્ર દેખી હરખાય જો. તું . થઈ ચિંતા વિવાહ વાજમ તણી રે લોલ,
ધન કારણે ધાવે દેશોદેશ જો પુણ્યહીણો થઈ પામે નહિ રે લોલ,
ચિત્તે ચોરી કરું કે લૂંટું દેશ જો. તું . ૭