________________
સ્વાધ્યાય સંચય : ૨૪૫ .
–મન ૦
મન મંદિર આવો રે, મહાપ્રભુ રાજધણી, દિલ દર્શન તરસે રે, અપૂર્વ પ્રત્યક્ષ ગણી. સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે, પ્રભુ તુજ ઉરરમી. તુજ ભક્તિ પ્રસાદે રે, મને પણ એહ ગમી. પુરુષોત્તમ ઉત્તમ રે, પ્રગટ ઉપકાર કરે, ઉપદેશ અનુપમ રે, સુણી બહુ જીવ તરે.
-મન ૦
–મન ૦
ચિંતવ પદ પરમાત્મ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવલ બોધસુધારસ ધારે. યૌવનની શી કરવી માયા, જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. ભવ તરવા જો ઇચ્છે ભાઈ, સંતશિખામણ સુણ સુખદાઈ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સમ્યકજ્ઞાન સમાધિ સજી લે. સંસારી શરણાં ગણ સૂનાં અર્થ અનર્થ કે વચન પ્રભુનાં, નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? વળી વેપારી દરિદ્રી એકલો, નીચે એકલો ભમે ભૂલેલો, રોગી એકલો શોક ભરેલો, દુ:ખ રહિત દુઃખમાંહીં વસેલો. શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ ચામડી મોહે ચૂંથો, નવે દ્વાર ગંદા મળ ઝરતા, શું સુખ એ કચરામાં કળતાં? મૂક પરિગ્રહ-મમતા ભાઈ ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ; કામ ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારો આજે.
તેને સંસારસુખ કેમ સાંભરે રે લોલ,
દુ:ખ વિસર્યા શું ગર્ભાવાસ જો; નવ માસ રહ્યો તું માને ઉદરે રે લોલ,
મળમૂત્ર અશુચિ વિશરામ જો. તું . ૧