________________
સ્વાધ્યાય સંચય : ૨૪૭
ગયું યૌવન આવી. જરા ડાકણી રે લોલ,
ધ્રુજે કર પગ શિર ને શરીર જો; ઘરે કહ્યું કોઈ માને નહિ રે લોલ,
પડ્યો કરે પોકાર નહિ ધીર જો. તું૮ ઇમ કાળ અનંતો વહી ગયો રે લોલ,
અબ ચેત મૂરખસરદાર જો; આવો જોગ મળવો મુશ્કેલ છે રે લોલ,
સેવો શ્રી જિન શિવ સંકેત જો. તું . ૯ કવિદાસ કહે મુજ સાહિબો રે લોલ,
કુડો કપટી કુશીલ શીર મોડજો; મેં તો દઠો નહીં કોઈ દેશમાં રે લોલ,
મોટો ધર્મનો ઠગ ઠાકોર જો. તું . ૧૦ મુનિ તત્ત્વ સાગરના પ્રયાસથી રે લોલ,
ધર્મધ્યાને થયો ઉજમાળ જો; સંઘ સેવા કરે શાંતિનાથની રે લોલ,
તેથી માંગલિક વરતાય જો. તું ૦ ૧૧ ઓગણીશે ત્રીશ આષાઢની રે લોલ,
શુદ્ધ એકમ ને બુધવાર જો; પ્રભુ કરો કૃપા કવિદાસ પરે રે લોલ,
ધન ધાનિયા ચાર નિવાર જો. તું. - ૧૨