SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હય ઉપાદેયના વિવેકમાં ચતુરતા (૭) “પ્રવાસઘા’ આત્મસાથ્યને પ્રયોગ કહે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ તથા ભાવને જાણું લઈને વાદ આદિના કરવારૂપી સમ્મદા જ પ્રયોગસમ્મદા કહેવાય છે અર્થાત્ લકત્તર વાદના સામર્થ્યનેજ પ્રોગપદા કહે છે. (૮) સંપ્રદરિજ્ઞા’–સંગ્રહને અર્થ થાય છે એકઠું કરવું. એકઠું કરવું બે પ્રકારે થાય છે– દ્રવ્યથી તથા ભાવથી વસ્ત્ર પાત્ર આદિનું એકત્રીકરણ કરવું તે દ્રવ્યત:સંગ્રહ કહેવાય છે અને અનેક શાસ્ત્ર તથા આપ્તજનોથી પદાર્થનું એકત્રીકરણ તે ભાવતાસંગ્રહ કહેવાય છે. તેમાં વિચક્ષણતાને પરિશ્તા કહે છે તે આઠમી સમ્મદા છે. (સૂ) ૨) - હવે આ આઠ પ્રકારની સમ્પદાઓમાંથી પ્રથમ આચારસભ્યદાનું વર્ણન કરે છે– જે કિં તે ગાયાર૦” ઈત્યાદિ. હે ભદન્ત! તે આચાર સભ્યદાના કેટલા ભેદ છે? હે જણૂ! આચાર સંપદા ચાર પ્રકારની છે. (૨) સંયમવરપુરતા, (૨) સંગીતમતા (3) નિવૃત્તિના (૪) વૃદ્ધતા . ૨ સંયધવા તા સાવદ્ય વ્યાપારથી અલગ રહેવું તેને સંયમ કહેવાય છે અથવા જેના દ્વારા આત્માને પાપવ્યવહારથી મર્યાદામાં રાખવામાં આવે છે તેને સંયમ કહે છે. અથવા સમ- સર્વથા પ્રકારે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, તથા પરિગ્રહથી નિવૃત્ત રહેવું તે યમ છે. જેમાં તે હોય એવાં ચારિત્રને સંયમ કહે છે. તેમાં અથવા તેની સાથે આત્માને અચલ સંબંધ “સંયમધુવયેગ” છે. તેનાથી યુકત હોય તે સંચમધુવયુકત અર્થાત્ સમાધિઉપયોગવાળા થવું તે. ‘વ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. એવી જ રીતે આગળ સમજી લેવું જોઈએ. ૨ મસંકલીતાત્મા- જેનો આત્મા અહંકારરહિત છે તે “અસંપ્રગૃહીતાત્મા’ કહેવાય છે. “હું અમુક જાતને છું, હું આચાર્ય છું, હું ગચ્છને અધિપતિ છું, હું બહુશ્રત છું, હું તપસ્વી છું” ઈત્યાદિ અહંકારહિત તથા જાતિ આદિના મદથી રહિત આત્મા થવું તે રૂ નિતનિતાજેને વિહાર અનિશ્ચિત છે. ગામમાં એક રાત તથા નગરમાં પાંચ રાત એવા પ્રતિબધ વિનાનો વિહાર કરવાવાળા હોવું ૪ દૃશતા–ત તથા પર્યાય-દીક્ષાથી મહાનના જેવા શીલ, સંયમ, નિયમ, ચારિત્રાદિવાળા અર્થાત્ શરીર-માનસ-વિકારરહિત વૃદ્ધશીલ કહેવાય છે. અથવા વૃદ્ધ અને ગ્લાનરોગી આદિની વૈયાવચ (સેવા) કરવા કરાવવામાં ઉત્સુક રહે છે. એવા થવું તે વૃદ્ધશીલતા છે. (સૂ૦ ૩) જે આચારવાળા હોય છે તેજ થતવાળા હોય છે તેથી હવે શ્રતસમ્પદા કહે છેજે તં પંચ૦” ઈત્યાદિ. શ્રતસમ્મદા કેટલા પ્રકારની છે? ઉત્તર દે છે કે–ચાર પ્રકારની છે. (૨) વદુતના, (૨) વિકૃતતા, (રૂ) વિવિત્રતા , (૪) ઘો - વિશુદ્ધિશાવતા આ પ્રકારે ચાર પ્રકારની છે. ૨ થતતા- ઘણા આગમને જાણવાવાળા બહુશ્રુત કહેવાય છે. શાસ્ત્રોના અર્થને પાર કરવાવાળા, જે સમયે જેટલા શાસ્ત્રો હોય તે બધાને હેતુ તથા દષ્ટાંતથી જાણવા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy