SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિસમ્પદા કા વર્ણન ચેાથું અધ્યયન ત્રીજા અધ્યયનમાં તેત્રીસ આશાતનાઓનું વર્ણન કર્યું છે. તે આચારગત દોષા હાવાથી ત્યાગ કરવા ચેગ્ય છે. આ પ્રકારે પ્રથમ બીજા તથા ત્રીજા અધ્યયનામાં અનુક્રમે વીસ અસમાધિસ્થાન, એકવીસ શખલદોષ તથા તેત્રીસ આશાતના ત્યાગ કરવા યેાગ્ય છે. એમ કહેવામાં આવ્યુ છે. એ બધાંને પરિત્યાગ કરવાથી શિષ્ય ગણિપદને યોગ્ય થઈ જાય છે. તેને અલૌકિક આઠ પ્રકારની ગણિસસ્પદાએ પ્રાપ્ત થાય છે. આથી એ સબધે આવેલ ગણિસમ્પદા નામના ચેાથા અધ્યયનના આર ંભ કરે છે. તેમાં આ પહેલું સૂત્ર છે.- ‘મુખ્ય ૐ' ઇત્યાદિ. હે આયુષ્મન્ શિષ્ય ! મે' સાંભન્યું છે કે તે ભગવાને એમ કહ્યું છે કે-આ ચોથા અધ્યયનમાં સ્થવિર ભગવન્તાએ આઠ પ્રકારની ગણિસમ્પદાઓનું નિરૂપણ કર્યું છે. જે જ્ઞાનાદિ ગુણાના ધારક છે, સાધુસમુદાયની સારા વારણા કરવાવાળા તથા પરમપ્રતાપી છે તે ગણી કહેવાય છે ગણી-આચાય તેમની રત્નાદિધનની પેઠે આઠ પ્રકારની સમ્પદાઓ છે તેમનું વર્ણન કરવામાં આવે છે: આયામંચ' ઇત્યાદિ. (૧) આચારસમ્પવા-આચાર–વીતરાગ ભગવાને કહેલાં આચરણને આચાર કહે છે ? તથા મર્યાદામાં ચાલવું, ર અથવા મર્યાદા—કાલ નિયમ આદિ મર્યાદાથી જે આચરણ ૩, અથવા જ્ઞાન દર્શન ચારિત્ર તપ તથા વીર્ય લક્ષણવાળાં પાંચ પ્રકારનાં આચરણ ૪, તથા ભગવાને કહેલી મર્યાદાથી વિચરવું ૫, અથવા મેક્ષને માટે અનુષ્ઠાનવિશેષ ૬, અથવા જ્ઞાનાદિ વિષયનાં અનુષ્ઠાન ૭, અથવા ગુણવૃદ્ધિ અર્થાત્ ડિયાતાં પરિણામ માટે કરવામાં આવતાં આચરણ અર્થાત્ સાધુજનાનાં આચરણ ૮, શિષ્ટ-અર્થાત્ તી કર ગણધરાદિના આચારને અનુસરીને જ્ઞાનદસેવનવિધિ છે હૈં, તે આચાર કહેવાય છે તે આચાર જ ધનાદિની સસ્પદા-સમૃદ્ધિની પેઠે હાવાના કારણે આચારસસ્પદા કહેવાય છે. અથવા આચાર–આચારાંગસૂત્ર નામે પ્રથમ અગ છે. તેનાં અધ્યયનથી જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન થાય છે. તેથી એ પણ આચાર કહેવાય છે, તેમાં વણુન કરેલા વિષયનાં આચરણરૂપ સસ્પદા જે સમ્પત્તિની પેઠે હાય છે તેથી તે પણ આચારસર્પદા કહેવાય છે. (૨) ‘શ્રુતસફ્ળવા’ આગમરૂપ સમૃદ્ધિ. (૩) ‘શરીરસવવા’ શરીરરૂપી સમૃદ્ધિ. સુન્દર સ્વરૂપ–ન માટું ન નાનું, ન પાતળું ન જાડું, ન રૂક્ષ ન કશ, એવી શરીરની સમૃદ્ધિ શરીરસમ્પદા કહેવાય છે. (૪) ‘વચનસમ્પા’સમસ્ત વ્યવહારનું કારણ વાણીના વ્યવહાર છે તેને વચનસમ્પદા કહે છે, વાણી કે જે આત્રેય ગ્રહણ કરવા ચેાગ્ય હાય, સત્ય હાય, પ્રિય હાય, હિતકારક હાય અને પરિમિત હાય તેને વચનસમ્પદા કહે છે (૫)ચનાસમ્પરા ગુરુના મુખથી સાંભળેલુ સ્પષ્ટતાથી ખેલવું તેને વાચના કહે છે કે જે સાંભળવામાં મનેહર હાય છે તેને વાચનાસ ંપદા કહે છે. (૬) ‘મતિસમ્પૂર્’ જલ્દીથી પદાર્થ ગ્રહણ કરવા તે મતિ કહેવાય છે. મતિસમ્પદા—વસ્તુના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૫
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy