SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર, સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણ ઉમરા તૈયાર થઈ કહેવા લાગ્યા કે અમે કુમાર સાહેબની મદદમાં જઈએ છીએ અને ચૈતન્યની મગરૂરી તથા ફીસીઆરીને એક ક્ષણમાં તેડી નાંખીએ છીએ. કેધરૂપી અધાધિપ ઉભા થઈ ધમધમાયમાન થઈ બેલ્યા કે કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી સામે ઉભે રહે, અને મારા રાગ, દ્વેષ, કલહ, ચંડ, ભંડ, વિવાદ સુભટની સામે ટકે ! ગજાધિપ અભિમાનજી બોલ્યા કે મેં અનેક વખત ચૈતન્યને અશક્ત અને રાંક બનાવી દીધો છે. શું મારા અવિનય, માન, મદ, દર્પ, દંભ, ઉત્કર્ષ, ગર્વ સુભટનું પરાક્રમ કમ છે? રથાધિપ કપટજી બોલ્યા, મેં ઘણી વખત ચિત ને બાઈડી બનાવી ઘાઘરે, ઓઢણી, ચૂડીઓ પહેરાવી છે. શું હવે હું તેને છેડી દઈશ? માયાકપટ, ખટપટ, યુકિત, લુચ્ચાઈ, કુડ, છળવિધા, એ મારા સુભટનું પરાક્રમ શું કમ છે? એ પ્રમાણે બડાઈ કરી ત્રણે સેનાપતિ પિતાના પરિવાર સહિત કામદેવ કુમારની સાથે ચાલ્યા, જેથી કામદેવ કુમારને ઠાઠ સૌથી વધારે થયે. અનુરાગ (પ્યારરૂપી) રણશીંગડું બજાવી તેણે એકદમ ચૈતન્ય ઉપર વિષયરાગરૂપી બાણને વરસાદ શરૂ કર્યો. ક્રોધજીતે વાળામય બાણે છેડવા મંડયા, અભિમાનજીએ સ્થંભનવિદ્યા ફેંકી, અને કપટરાય ગુપ્ત રીતે નાશ કરવા તૈયાર થયા. આ પ્રમાણે અણધાર્યો જુલમ એકદમ તે જોઈ વિવેકે ચૈતન્યને કહ્યું, આપ ગભરાશે નહિ. શાંતિરૂપી ઢાલની એથે વિરાજે. કામદેવને નિદરાય, કોઇને ક્ષમાચંદ્ર, માનને માવસિંહ, કપટને આજીવપ્રસાદ, એક ક્ષણવારમાં ઉડાડી નાશ કરશે. એટલું સાંભળતાં ચૈતન્યના ચારે સેનાપતિ તૈયાર થઈ ૧૮૦૦૦ શીલાંગ રથને ઝણઝણાટ કરતા સામે આવી ઉભા. નવવાડરૂપી સંગીન સૈન્યના કેટથી ઘેરી, વૈરાગ્યરૂપી બાણે - વરસાદની ધારાની માફક વરસાવી કામદેવને પરાજ્ય કરી તેને મરણ શરણ કર્યો. જેથી તેના બાકીના ત્રણ ઉમારા ભાગવા મંડયા,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy