SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારી જ્ઞાનનો સદુપયોગ કરતાં દુરુપયોગની સંભાવના વધુ જોઈ હતી. તેથી તે જ્ઞાન પ્રાપ્ત કરનારના અને અન્યજીવોના આત્માના હિતને ધ્યાનમાં રાખીને લુપ્ત કરી દેવાયું હતું. તે અંગેના ઉલ્લેખો શાસ્ત્રોમાં મળે છે. હમણાંના ૨૮-૫-૧૬ના સંદેશનો અહેવાલ આ સંબંધમાં સૂચક છે. અમેરિકાના પ્રમુખ ઓબામાએ હિરોશિમાની મુલાકાત લઈ ઇતિહાસ રચ્યો. તે વખતે તેમણે જણાવ્યું કે “જે વૈજ્ઞાનિક ક્રાન્તિએ આ એટબોંબને ફેંકવા માટેનો માર્ગ બનાવ્યો, તેની સાથે એક નૈતિકક્રાન્તિ થવી જોઈતી હતી.” એક મહાસત્તાના રાજયકર્તા નૈતિકક્રાન્તિ “થવી જોઈતી હતી એવી લાગણી હવે અનુભવે છે, તેનો કેટલો મતલબ? હવે પસ્તાવાથી પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન શકય નથી. પડતા કાળમાં માણસમાં તેવી નૈતિકતા “થવી શક્ય જ નથી” તે પ્રાચીન મહર્ષિઓએ પારખી લીધું હતું. તેથી જ અગમચેતી વાપરી ચમત્કારી જ્ઞાનને પ્રચલિત ન થવા દીધું. વૈજ્ઞાનિકોમાં આ દૃષ્ટિનો સાવ જ અભાવ હોવાથી આજે સઘળું વિશ્વ વિષમ પરિસ્થિતિ તરફ ધસી રહ્યું છે. હવે તેને અટકાવવાનો કોઈ ઉપાય રહ્યો નથી. તે દરેકને અનુભવથી સ્પષ્ટપણે જણાય છે. વળી આ હકીકત ઉપરાંત બીજી વસ્તુ પણ વિચારીએ. ભૌતિક પદાર્થના વિષયોમાં વર્તમાન વિજ્ઞાને જે સિદ્ધાતો સ્થાપિત કર્યા છે, તે પરિપૂર્ણ અને અંતિમ છે. તેવો દાવો તેઓ કરતા નથી અને કરી શકે તેમ પણ નથી. નવા પ્રયોગો દ્વારા તેઓમાં પરિવર્તન કરવું પડે છે. કેટલીય ઘટનાઓમાં તે સિદ્ધાંતથી વિપરીત કાર્યો ઘટતા જણાય છે. હમણાં પ્રકાશિત થયેલ એક ઘટના પણ સમજવા જેવી છે. કાળા ડુંગરનો બનાવ : ગુજરાતના કચ્છમાં ભૂજથી ૯૭ કિ.મી. અને ખાવડા નામના શહેરથી ૨૫ કિ.મી. એક જગ્યા છે, જેને કાળો ડુંગર કહે છે. આ સ્થળની વિશેષતા એ છે કે તે સ્થળથી આગળ ચાલતા વાહન (ફોર વ્હીલર)ને તેમની ઝડપ અચાનક વધી જવાનો અનુભવ થાય છે. ઢાળ ઉપર જો ન્યૂટ્રલ ગીયરમાં બંધ કરીને ઊભુ રાખવામાં આવે તો તે ઢાળ પરથી નીચે ઉતરવાને બદલે ઢાળની ઉપરની તરફ સરકવા લાગે છે. તેનું કારણ જાણવા ગુજરાતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ, સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગર તેમજ Indian Institute of Tochnology, kanpur એ પ્રયત્ન કર્યો, પરંતુ તે જાણી શકાયું નથી. જૈન શાસ્ત્રોમાં પણ આવી સામાન્ય સ્વભાવથી વિપરીત પણે ઘટતી ઘટનાઓમાં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy