SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ આત્માના વિષયને સ્પર્શતુ નથી, તેમજ આત્માને લાભ કરનાર પણ નથી. તદુપરાંત હિંસાને વધારનાર અને અનાચારો અને જડભાવનું પોષક હોવાથી પરમાર્થની દૃષ્ટિથી જડજ્ઞાન કે વિપરીત જ્ઞાન જ કહેવું જોઈએ. જો કે વૈજ્ઞાનિકોએ વ્યક્તિગત ચિંતકો તરીકે કેટલીક વાતો સ્વીકારી છે. દા.ત. આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે કે - I believe that intelligence is manifested throught all nature (અર્થ - હું માનું છું કે સમસ્ત પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.) સર એએસ એડિંગ્ટન કહે છે કે “Something unknown in doing, we do not know what...regard consciousness as fundamental. I regard matter as directive from consciousness. The old atheism is gone. Religioun belongs to the realm of the spirit and mind and cannot be shaken (અર્થ – કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે એ શું છે? હું ચૈતન્યને મુખ્ય માનું છું, ભૌતિક પદાર્થોને ગૌણ. પુરાણો નાસ્તિકવાદ ચાલ્યો ગયો છે. ધર્મનું વિચારક્ષેત્ર આત્મા તથા મન છે, અને તેને કોઈપણ પ્રકારે ચલિત કરી શકતા નથી.) 24182 $1742-4 sê sê } 'A conclusion which suggests... the possibility of consciousness after death...the flame is distinct from log of wood which serves it temporarily as fuel. (અર્થ :- કેટલાક પ્રયોગો પરથી દોરાયેલુ અનુમાન બતાવે છે કે મૃત્યુ બાદ પણ ચેતનાનો સંભવ છે. અગ્નિ લાકડાથી જુદો છે લાકડા તો થોડા વખત માટે એને પ્રગટ થવા માટે ઇંધનનું કામ આપે છે.) આવા વિધાનો દ્વારા વૈજ્ઞાનિકોએ જીવદ્રવ્યને સ્વીકાર્યું છે. પરંતુ જો સર્વજ્ઞ કથિત જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ તત્ત્વજ્ઞાનને પણ માનનારા સ્વીકારનારા બન્યા હોત તો સરવાળે પોતાના અને પરના આત્માને ભયંકર નુકશાન કરનારી, ચમત્કૃત કરતી પણ આવી શોધો તેઓએ જગત સમક્ષ પ્રકાશિત જ ન કરી હોત. વીતરાગ અને સર્વજ્ઞ શ્રી મહાવીર સ્વામીએ બતાવેલા પ્રાચીનકાળના શાસ્ત્રોમાં છ દ્રવ્યોના વર્ણનમાં ભૌતિક પદાર્થોના ગુણધર્મો અને રૂપાંતરોનું વિસ્તૃત વર્ણન હતું. તે વર્ણન જાણકારી, સ્વાધ્યાય અને અવસરે સ્વ-પરની શ્રદ્ધાને દઢ કરવાના પ્રયોજન માટે વર્ણવેલું હતું. વર્તમાન વિજ્ઞાને વિશ્વના ઘટક ભૂત છ એ દ્રવ્યો મધ્યે એક માત્ર પુગલદ્રવ્ય, એટલે કે ભૌતિકપદાર્થના અનેક વિભાગો મધ્યે એકમાત્ર ઔદારિક વર્ગણા (પૃ.૪૮)ના પુદ્ગલસ્કંધોના કેટલાક અંશોના ગુણધર્મો પ્રયોગોદ્વારા શોધ્યા છે. પ્રાચીન શાસ્ત્રોમાં તેનાથી અનેકગણું જ્ઞાન સંગ્રહિત કરાએલું હતું. પરંતુ પડતા (અવસર્પિણી) કાળના જીવોની તેને માટેની યોગ્યતાની હાનિને જાણી હતી. વિશિષ્ટ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy