SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તે ક્ષેત્રનો વિશિષ્ટ પ્રભાવ કારણ તરીકે જણાવ્યો છે. તેના વર્ણન માટે જુઓ પૃ. ૧૭૩થી ૧૭૯. ૨૦૦૦ વર્ષ પૂર્વે થયેલા વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજી રચિત શ્રી તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫ માં ૬ દ્રવ્યોનું વિસ્તૃત વર્ણન છે. તેના માધ્યમદ્વારા આ પુસ્તકમાં વિજ્ઞાનની શોધો સાથે તુલના કરવામાં આવી છે. ૨૦ વર્ષ પૂર્વે આ જ વિષય ઉપર ‘વિશ્વ વિજ્ઞાન પ્રાચીન અને નવીન’ પુસ્તક લખેલ હતું. એ જ વિષયને વધુ વિસ્તૃત અને સરળતાથી આલેખન આ પુસ્તકમાં કર્યું છે. તે માટે અન્ય પુસ્તકો અને ગ્રંથોનો સહારો લીધો છે. વિજ્ઞાનીઓની માન્યતાઓ માટે મુખ્યપણે cosmology old and new લે. G.R.Jain, ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત પુસ્તક તેમજ પંડિત ખૂબચંદ કેશવલાલ પારેખ લિખિત અણું વિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, કર્મસિદ્ધાંત, જૈનદર્શનમાં ઉપયોગ અને અન્ય પણ સામાયિકો, વર્તમાન પત્રોની માહિતીનો આધાર લેવામાં આવ્યો છે. મને ધર્મમાર્ગે લાવનાર તથા દીક્ષા દાતા પરમ ઉપકારી પરમ-ગુરુદેવ જૈનશાસનના મહાન જ્યોતિર્ધર પૂ.પાદ. આ.દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન તારક ગુરુદેવ સમતાનિધિ પૂ.પાદ મુનિપ્રવર શ્રી દર્શનભૂષણવિજયજી મ.સા. તેમજ સંયમજીવનના ઉપકારી પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજય મહોદય-સૂરીશ્વરજી મ.સા. પૂ.પાદ આ.ભ.શ્રીમદ્ વિજયહેમભૂષણસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્યાદાતા અને માર્ગદર્શક પરમ ઉપકારી વર્ધમાન તપોનિધિ સ્વ.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયગુણયશસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવચન પ્રભાવક પૂ.પાદ આ.દેવ શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ.સા. આદિ સર્વે ઉપકારી પૂજ્યોને પ્રણમું છું.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy