SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ II શ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ | || નમો નમઃ શ્રીગુરુરામચન્દ્રસૂરયે | લેખકની વાત વિજ્ઞાન કે વિપરીત જ્ઞાન? પં. દિવ્યકીર્તિવિજય ગણિ વિજ્ઞાનનો ખૂબ વિકાસ થયો છે. આ વાત બધે પ્રસિદ્ધ છે. પરંતુ વિજ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ વાસ્તવમાં શું છે, તેને સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રો મુજબ વિચારીએ. આગમશાસ્ત્ર શ્રી ભગવતીજીસૂત્ર શતક-૨ ઉદ્દેશ-પ માં જણાવ્યું છે કે, सवणे नाणे विन्नाणे पच्चक्खाणे य संजमे ગુરુના ઉપદેશનું શ્રવણ કરવાથી જીવ, અજીવ, પુણ્ય પાપ આદિ નવતત્ત્વનો બોધ મળે તે જ્ઞાન. તે પછી ગુરુના વિશેષ સંસર્ગથી જ્ઞાન હેય, ઉપાદેય, નય, નિક્ષેપા આદિ પૂર્વકનું વિશિષ્ટ બને તે વિજ્ઞાન. તેના ફલરૂપે પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય. તાત્પર્ય એ છે કે, વિજ્ઞાન આત્મામાં પરિણત બને, આત્મસાતુ થાય, ત્યારે તે જાણકારી માત્ર માહિતિના સંગ્રહરૂપ ન બની રહે પરંતુ હેય (ત્યાજય), ઉપાદેય (આદરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય), ના વિવેક પૂર્વકની બને. તેથી જીવનમાં વ્રત, નિયમ, તપ, ત્યાગના આચરણોમાં ઉલ્લાસ આવે. તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન આત્માના સંયમ ગુણને વિકસાવનાર છે. જ્ઞાનસ્ય છત્ત વિરતિઃ (જ્ઞાનનું ફળ વિરતિ). આ વાત શાસ્ત્રોમાં પ્રચલિત છે. આવા જ્ઞાનને જ વિજ્ઞાન કહેવાય. જે જ્ઞાન આત્માના પરમ સુખમય અને શુદ્ધ સ્વરૂપ એવા મોક્ષપદ પ્રત્યે રૂચિ ન પ્રગટાવે, અને તે પ્રાપ્ત કરાવનાર સર્વજ્ઞભગવાન કથિત તપ, ત્યાગાદિ ધર્મના આચરણો પ્રત્યે અને તેને અનુસરતી જીવનશૈલી પ્રત્યે ઉલ્લસિત ન કરે તે જ્ઞાન માત્ર માહિતીનો સંગ્રહ છે. આત્માનો જ્ઞાનગુણ નથી. શાસ્ત્રોમાં તેને મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન તરીકે જ ઓળખાવ્યું છે. જેવી રીતે પુસ્તકોમાં કે computerની C.D.માં શબ્દોનો સંગ્રહ છે, તેમ મગજમાં પણ માહિતીરૂપે સંગ્રહિત થયેલું કહેવાય. છાપખાનામાં ઘણું છપાઈ જાય તેમ મગજમાં tranfer થયેલું ગણાય. તે આત્માને લાભ ન કરે. વર્તમાનમાં પ્રયોગો વગેરે દ્વારા ભૌતિક પદાર્થોના ગુણધર્મોની જાણકારી મેળવી, નવા નવા આવિષ્કારો કરાયા છે. તેને વ્યવહારમાં પ્રયોજીને સગવડતા અને મનોરંજનના સાધનો વિકસાવ્યા છે, તે નવી નવી શોધોને વિજ્ઞાન કહે છે. તે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy