________________
जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला। आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि॥७९॥ જે પંચવગ્રાસકત, પરિગ્રહધારી, યાચનાશીલ છે, છે લીન આધાકર્મમાં તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯. ૧. પંચવશ્વાસક્ત = પંચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ,
વગેરે પાંચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા). ૨. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા
(અર્થાત્ માગીને - માગણી કરીને - આહારાદિ લેનારા). ૩. લીન આધાકર્મમાં = અધઃકર્મમાં રત
(અર્થાત્ અધકર્મરૂપ દોષવાળો આહાર લેનારા). णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया। पावारंभविमुक्का ते गहिया मोक्खमग्गम्मि॥८०॥ નિર્મોહ, વિજિતકષાય, બાવીશ-પરિષહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૦. ૧. બાવીશ-પરિષહી = બાવીશ પરિષહોને સહનારા. ૨. ગૃહીત = ગ્રહવામાં આવેલા સ્વીકારવામાં આવેલા સ્વીકૃત, અંગીકૃત. उद्धद्धमज्झलोये केई मज्झंण अहयमेगागी। इय भावणाए जोई पावंति हु सासयं सोक्खं ॥ ८१॥ છું એકલો હું, કોઈ પણ મારા નથી લોત્રયે, -એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧. देवगुरूणं भत्ता णिव्वेयपरंपरा विचिंतिता। झाणरया सुचरित्ता ते गहिया मोक्खमग्गम्मि॥ ८२॥ જે દેવ - ગુરુના ભક્ત છે, 'નિર્વેદશ્રેણી ચિંતવે, જે ધ્યાનરત, સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૨. ૧. નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા, વૈરાગ્યભાવનાઓની હારમાળા. ૨. સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્યારિત્રયુક્ત.