________________
૪૯૮ ૧. શિવપરિમુક્ત = મોક્ષથી સર્વત રહિત. ૨. સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે રત (અર્થાત્ સંસારસુખમાં
અભિપ્રાય - અપેક્ષાએ અતિ પ્રીતિવાળો જીવ.)
पंचसु महव्वदेसु य पंचसु समिदीसु तीसु गुत्तीसु। जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स ॥७५ ॥ ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જેમૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે! - નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૫. ૧. અજ્ઞ = અજ્ઞાની भरहे दुस्समकाले धम्मज्झाणं हवेइ साहुस्स। तं अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी ॥ ७६ ॥ ભરતે 'દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે; તે હોય છે આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬. ૧. દુષમકાળ = દુષમકાળ અર્થાત્ પંચમ કાળ. ૨. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત આત્મસ્વભાવમાં સ્થિત. अज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्बुदिं जंति॥७७॥ આજેય 'વિમલત્રિરત્ન, નિજને બાઈ, ઈન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી અવી સિદ્ધિ વરે. ૭૭. ૧. વિમલત્રિરત્ન = શુદ્ધ રત્નત્રયવાળા; રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ. जे पावमोहियमई लिंग घेत्तूण जिणवरिंदाणं। पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि॥७८॥ જે પાપમોહિતબુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને, પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે વ્યક્ત છે. ૭૮. ૧. પાપમોહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પાપમોહિત છે એવા જીવો. ૨. ત્યક્ત = તજાયેલા, અસ્વીકૃત, નહિ સ્વીકારાયેલા.