________________
४८६
जे झायंति सदव् परदव्वपरम्मुहा दु सुचरित्ता। ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं णिव्वाणं ॥१९॥ પરવિમુખ થઈ નિજદ્રવ્ય જે ધ્યાને સુચારિત્રીપણે, જિનદેવના મારગ મહીં 'સંલગ્ન તે શિવપદ લહે. ૧૯. ૧ સંલગ્ન = લાગેલ; વળગેલ; જોડાયેલ. जिणवरमएण जोई झाणे झाएइ सुद्धमप्पाणं। जेण लहइ णिव्वाणं ण लहइ किं तेण सुरलोयं ॥२०॥ જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને, જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે 'સુરલોકને? ૨૦. ૧. સુરલોક = દેવલોક, સ્વર્ગ. जो जाइ जोयणसयं दियहेणेक्केण लेवि गुरुभारं। सो किं कोसद्धं पि हु ण सक्कए जाउ भुवणयले ॥ २१ ॥ બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે, તે વ્યક્તિથી ક્રોશાઈ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧. ૧. કોશાધ = અર્ધ કોસ; અર્ધો ગાઉં. जो कोडिए ण जिप्पइ सुहडो संगामएहिं सव्वेहिं। सो किं जिप्पइ इक्किं णरेण संगामए सुहडो॥ २२ ॥ જે સુભટ હોય 'અજેય કોટિ નરોથી-સૈનિક સર્વથી, તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી? ૨૨. ૧. અજેય = ન જીતી શકાય એવો. सग्गं तवेण सव्वो वि पावए तहिं वि झाणजोएण। जो पावइ सो पावइ परलोए सासयं सोक्खं ॥२३॥ તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમાં પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩.