________________
४८४
णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयत्तेण।
अच्चेयणं पि गहियं झाइज्जइ परमभावेण ॥९॥ નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે, 'તે છે અચેતન તો ય માને તેહને આત્માપણે. ૯. ૧. તે = પરનો દેહ. ૨. આત્માપણે = પરના આત્મા તરીકે. सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं। सुयदाराईविसए मणुयाणं वड्डए मोहो॥१०॥ વસ્તુસ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦. ૧. દેહે સ્વ-અધ્યવસાયથી = દેહ તે જ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. मिच्छाणाणेसु रओ मिच्छाभावेण भाविओ संतो। मोहोदएण पुणरवि अंग सं मण्णए मणुओ॥११॥ રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને હું'પણે ફરીનેય મહોદય થકી. ૧૧. ૧. ફરીનેય = આગામી ભવમાં પણ. जो देहे हिरवेक्खो णिबंदो णिम्ममो णिरारंभो। आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ॥१२॥ નિર્વન્દ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, 'મુક્તારંભ જે,
જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨. ૧. મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત. परदव्वरओ बज्झदि विरओ मुच्चेइ विविहकम्मेहिं। एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स ॥१३॥ પદ્રવ્યરત બંધાય, 'વિરત મુકાય વિધવિધ કર્મથી; -આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩. ૧. વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.