________________
૪૮૩
अक्खाणि बाहिरप्पा अंतरअप्पा हु अप्पसंकप्पो । कम्मकलंकविमुको परमप्पा भण्ण देवो ॥ ५ ॥ છે 'અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા, જે મુક્ત કર્મકાંકથી તે દેવ છે પરમાતમા. ૫. ૧. અક્ષધી = ઇન્દ્રિયબુદ્ધિ; ‘ઇન્દ્રિય તે જ આત્મા છે’ એવી બુદ્ધિવાળો. मलरहिओ कलचत्तो अणिंदिओ केवलो विसुद्धप्पा । परमेट्ठी परमजिणो सिवंकरो सासओ सिद्धो ॥ ६ ॥
તે છે વિશુદ્ધાત્મા, અનિદ્રિય, મળરહિત, તનમુક્ત છે, પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, 'શિવંકર, સિદ્ધ છે. .
૧. શિવંકર = સુખકર; કલ્યાણકર.
आरुहवि अन्तरप्पा बहिरप्पा छंडिऊण तिविहेण । झाइज्जइ परमप्पा उवइट्टं जिणवरिदेहिं ॥ ७ ॥
થઈ `અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે, ધ્યાતવ્ય છે પરમાતમા-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૭. ૧. અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ, અંતરાત્મારૂપે પરિણત. ૨. ધ્યાતવ્ય = ધ્યાવા યોગ્ય; ધ્યાન કરવા યોગ્ય.
बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचुओ। णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठीओ ॥ ८ ॥ 'બાહ્યાર્થ પ્રત્યે સ્ફુરિતમન, ‘સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી, નિજદેહ ‘અધ્યવસિત કરે આત્માપણે "જીવ મૂઢધી. ૮.
૧. બાહ્યાર્થ = બહારના પદાર્થો,
૨. સ્ફુરિતમન = સ્કુરાયમાન (તત્પર) મનવાળો.
૩. સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ચ્યુત.
૪. અધ્યવસિત કરે – માને.
૫. જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) જીવ.