________________
૪૮૨
૬. મોક્ષપ્રાભૂત
णाणमयं अप्पाणं उवलद्धं जेण झडियकम्मेण । चऊण य परदव्वं णमो णमो तस्स देवस्स ॥ १ ॥ કરીને 'ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧.
૧. ૧પણ = ક્ષય.
णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परमजोईणं ॥ २॥
તે દેવને નમી- 'અમિત-વર-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ-પરમાતમા-પ્રકરણ પરમયોગીન્દ્રને. ૨.
૧. અમિત-વર = અનંત અને પ્રધાન.
=
जाणि जोई जोअत्थो जोइऊण अणवरयं । अव्वाबाहमणंतं अणोवमं लहइ णिव्वाणं ॥ ३॥ જે જાણીને, યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩.
तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं । तत्थ परो झाइज्जइ अंतोवाएण चयहि बहिरप्पा ॥ ४॥ તે આતમા છે `પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તો બહિરાતમા. ૪. ૧. પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા - એમ ત્રણ પ્રકારે.
૨. અંતર-ઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી.
૩. પરમને = પરમાત્માને.