________________
૪૭૭
હે ધીર ! ચિંતવ - જીવ આ મોહિત કુનય-દુઃશાસ્ત્રથી મિથ્યાત્વઘર સંસારમાં રખડ્યો અનાદિકાળથી. ૧૪૧.
૧. મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનું ઘર છે એવા.
पासंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग मुत्तूण ।
रुंभहि मणु जिणमग्गे असप्पलावेण किं बहुणा ।। १४२ ॥ ઉન્માર્ગને છોડી ત્રિશત તેસઠપ્રમિત પાખંડીના,
જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન `નિરર્થથી શું ભલા ? ૧૪૨. ૧. નિરર્થ = નિરર્થક, વ્યર્થ.
-
जीवविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसबओ । सबओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसबओ ॥ १४३ ॥ જીવમુક્ત શબ કહેવાય, '‘ચલ શબ’ જાણ દર્શનમુક્તને; શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩. ૧. ચલ શબ = હાલતું-ચાલતું મડદું.
जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ॥ १४४॥
જ્યમ ચંદ્ર તારાગણ વિષે, 'મૃગરાજ સૌ ‘મૃગકુલ વિષે,
ત્યમ અધિક છે સમ્યક્ત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪.
૧. મૃગરાજ = સિંહ.
૨. મૃગકુલ = પશુસમૂહ.
जह फणिराहो सोहइ फणमणिमाणिक्ककिरणविप्फुरिओ । तह विमलदंसणधरो जिणभत्ती पवयणे जीवो ॥ १४५ ॥ નાગેંદ્ર શોભે ફેણમણિમાણિક્યકિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫.
जह तारायणसहियं ससहरबिंबं खमंडले विमले। भाविय तववयविमलं जिणलिंगं दंसणविसुद्धं ॥ १४६ ॥