________________
૪૬૭
જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી, શિવધામીવાસી સિદ્ધ થાય - ત્રિલોકના ચૂડામણિ. ૯૩.
दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण । सुत् अप्पमत्तो संजमघादं નમોસ્તૂળ ।। ૧૪ ।। બાવીશ પરિષહ સર્વકાળ સહો મુનિને ! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રાનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪. जह पत्थरो ण भिज्जइ परिट्ठिओ दीहकालमुदएण । तह साहू विण भिज्जइ उवसग्गपरीसहेहिंतो ॥ ९५ ॥ પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરિષહ વડે. ૯૫. भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि । भावरहिएण किं पुण बाहिरलिंगेण कायव्वं ॥ ९६ ॥ તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે ! ૯૬. सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई | जीवसमासाई मुणी चउदसगुणठाणणामाई ॥ ९७ ॥ પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને, મુનિ ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૩. ૧. પૂરણવિરત = પૂર્ણવિરત, સર્વવિરત.
णवविहबंभं पयडहि अब्बंभं दसविहं पमोत्तूण । मेहूणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे ॥ ९८ ॥
અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને; રે! 'મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ‘ભીમ ભવાર્ણવે. ૯૮.
૧. મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત.
૨. ભીમ ભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર.