________________
૪૪૨
છે સ્થાપના અદ્વૈતની કર્તવ્ય પાંચ પ્રકારથી, -'‘ગુણ’,માર્ગણા,પર્યાપ્તિ તેમ જ પ્રાણને જીવસ્થાનથી. ૩૧.
૧. ‘ગુણ’ = ગુણસ્થાન.
तेरहमे गुणठाणे सजोइकेवलिय होइ अरहंतो। चउतीस अइसयगुणा होंति हु तस्सट्ठ पडिहारा ॥ ३२॥ અર્હત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨.
गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा भविया सम्मत्त सण्णि आहारे ॥ ३३ ॥ યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં,
ગતિ-ઇન્દ્રિ-કાયે,
દંગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’રમાં એ સ્થાપવા. ૩૩.
आहारो य सरीरो इंदियमणआणपाणभासा य । पज्जत्तिगुणसमिद्धो उत्तमदेवो हवइ अरहो ॥ ३४॥
આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન તણી, અદ્વૈત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪. पंच वि इंदियपाणा मणवयकाएण तिण्णि बलपाणा । आणप्पाणप्पाणा आउगपाणेण होंति दह पाणा ।। ३५ ।। ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના, બે આયુ-શ્વાસોચ્છ્વાસપ્રાણો,-પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫. मभवे पंचिंदिय जीवट्ठाणेसु होइ चउदसमे । एदे गुणगणजुत्तो गुणमारूढो हवइ अरहो ।। ३६ ।।
માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે; પૂર્વોક્ત ગુણગણયુક્ત, ‘ગુણ’-આરૂઢ શ્રી અદ્ભુત છે. ૩૬.