________________
૪૪૩
जरवाहिदुक्खरहियं आहारणिहारवज्जियं विमलं 1 सिंहाण खेल सेओ णत्थि दुगुंछा य दोसो य ॥ ३७॥ दस पाणा पज्जती अट्ठसहस्सा य लक्खणा भणिया । गोखीरसंखधवलं मंसं रुहिरं च सव्वंगे ॥ ३८ ॥ एरिसगुणेहिं सव्वं अइसयवंतं सुपरिमलामोयं । ओरालियं च कायं णायव्वं अरहपुरिसस्स ॥ ३९ ॥ વણવ્યાધિ-દુઃખ-જરા, અહાર-નિહારવર્જિત, વિમળ છે, 'અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે; ૩૩. દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે, સર્વાંગ ગોક્ષીર-શુખતુલ્ય ’સુધવલ માંસ-રુધિર છે; ૩૮. -આવા ગુણે સર્વાંગ અતિશયવંત, પરિમલમ્હેકતી, ઔદારિકી કાયા અહો ! અર્હત્પુરુષની જાણવી. ૩૯. ૧. અજુગુપ્સિતા = જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી.
૨. વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી રહિત. ૩. સુધવલ = ધોળું. ૪.પરિમલ = સુગંધ.
मयरायदोसरहिओ कसायमलवज्जिओ य सुविसुद्धो । चित्तपरिणामरहिदो केवल भावे
મુળેયો ॥૪૦॥
મદરાગદ્વેષવિહીન, 'ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અદ્વૈત છે. ૪૦.
૧. ત્યક્તકષાયમળ = કષાયમળ રહિત.
૨.કેવળ = એકલો, નિર્ભેળ, શુદ્ધ.
सम्मर्द्दसणि पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मत्तगुणविसुद्धो भावो अरहस्स णायव्वो ॥ ४१ ॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ - પર્યાયને, સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે,-અર્હુતનો આ ભાવ છે. ૪૧.