________________
૪૨૩
णिच्चेलपाणिपत्तं उवइ परमजिणरिंदेहिं। एक्को वि मोक्खमग्गो सेसा य अमग्गया सव्वे ॥१०॥ 'નિશ્ચલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે; તે એક મુકિતમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦. ૧. નિલ-કરપાત્રત્વ = વસ્ત્રરહિતપણું અને હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું. जो संजमेसु सहिओ आरंभपरिग्गहेसु विरओ वि। सो होइ वंदणीओ ससुरासुरमाणुसे लोए ॥११॥ જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહવિરત છે, તે દેવ-દાનવ-માનવોના લોકત્રયમાં વંદ્ય છે. ૧૧. जे बावीसपरिसह सहंति सत्तीसएहिं संजुत्ता। ते होंति वंदणीया कम्मक्खयणिज्जरासाहू ॥१२॥ બાવીશ પરિષહને સહે છે, 'શક્તિશત સંયુક્ત જે, તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ વંદ્ય છે. ૧૨. ૧. શક્તિશત = સેકડો શક્તિઓ. अवसेसा जे लिंगी सणणाणेण सम्म संजुत्ता। चेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य॥१३॥ અવશેષ લિંગી જેહ સમ્યક જ્ઞાન-દર્શનયુક્ત છે ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઇચ્છાકારને. ૧૩. ૧. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના) इच्छायारसहत्थं सुत्तठिओ जो हु छंडए कम्म। ठाणे द्वियसम्मत्तं परलोयसुहंकरो होदि॥१४॥ સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છોડે કર્મને, ઇચ્છામિ યોગ્ય પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪. ૧. સૂત્રસ્થ = શાસ્ત્રોના જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર. ૨.‘ઇચ્છામિયોગ્ય = ઇચ્છાકારને યોગ્ય. ૩. પદસ્થ = પ્રતિમધારી.