________________
૪૨૨
सुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं। हेयाहेयं च तहा जो जाणइ सो हु सद्दिट्ठी ॥५॥ જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેયત્વ - અણહયત્વ સહ જાણે, સુદષ્ટિ તેહ છે. પ. जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्यो। तं जाणिऊण जोई लहइ सुहं खवइ मलपुंजं ॥६॥ જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહારને પરમાર્થ છે; તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬. सुत्तत्थपयविणट्ठो मिच्छादिट्ठी हु सो मुणेयव्वो। खेडे वि ण कायव्वं पाणिप्पत्तं सचेलस्स ॥७॥ 'સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્રભોજન રમતમાંય ન યોગ્ય હોય સચેલને. ૭. ૧. સૂત્રાયથપદ = સૂત્રોના અર્થો અને પદો. ૨. કરપાત્રભોજન =હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે. ૩. સચેલ = વસ્ત્રસહિત. हरिहरतुल्लो वि णरो सग्गं गच्छेइ एइ भवकोडी। तह वि ण पावइ सिद्धिं संसारत्थो पुणो भणिदो॥८॥ 'હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે, પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિત-આગમ કહે. ૮. ૧. હરિ = નારાયણ. उक्किट्ठसीहचरियं बहुपरियम्मो य गरुयभारो य। जो विहरइ सच्छंदं पावं गच्छंदि होदि मिच्छत्तं ॥९॥ સ્વછંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને, ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯.