________________
૪૨૦
विहरदि जाव जिणिंदो सहसट्ठसुलक्खणेहिं संजुत्तो। चउतीस अइसयजुदो सा पडिमा थावरा भणिया ॥ ३५ ॥ ચોત્રીસ અતિશયયુક્ત, 'અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫. ૧. અષ્ટ સહસ્ત્ર = એક હજાર ને આઠ. ૨. બિંબ = પ્રતિમા. बारसविहतवजुत्ता कम्मं खविऊण विहिबलेणं सं। वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता ॥ ३६॥ 'વાદસ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, “વ્યત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬. ૧. દ્વાદસ = બાર. ૨. વ્યુત્સર્ગ = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક. ૩. અનુત્તમ = સર્વોત્તમ.
૧. જિનનુ રૂપ = જિનના રૂપ સમાન મુનિનુ યથાકાત રૂપ.