________________
K
તપાગચ્છીય છે
વિશેષનોંધ: શ્રીશ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રન્થોમાં જણાવ્યા મુજબ જિનભક્તિમાં મૂકાતાં ફળ-નૈવેધ આદિ નિર્માલ્ય દ્રવ્યોનો યોગ્ય વિક્સ કરી તેની આવક દેવદ્રવ્યમાં જમા કરાવવી જોઈએ.
ease
વન છે.
વિ.સં. ૨૦૭૨
urnool
૩૦) ધાર્મિક પ્રસંગોમાં માઈક વગેરે અંગે વિવેક
વર્તમાન સંયોગોમાં વરઘોડામાં-ધાર્મિક સ્થાનોમાં - ધાર્મિક પ્રસંગોમાં માઈક આદિ જે સાધનો વપરાઈ રહ્યાં છે તે સાધનોના અવિવેકી ઉપયોગને કારણે અજૈનોમાં અને અસહિષ્ણુ જૈનોમાં પણ આપણા ધર્મ અને ધર્માનુષ્ઠાનો પ્રત્યે અપ્રીતિ થઈ રહી છે, આથી તેમાં ખૂબ વિવેક રાખવો. ભક્તિ માટે ભેગા થયેલા સાંભળી શકે તેટલો અવાજ ભક્તિમાં સહાયક બનવા સાથે બીજાને અપ્રીતિમાં કારણ બનતો નથી. નવકાર જેવાં પવિત્ર સૂત્રો બેંડપાર્ટી દ્વારા ગવાવા ન જોઈએ.
૩૧) દેવી-દેવતા પૂજન
મોક્ષસાધક જિનભક્તિ આદિ અનુષ્ઠાનોને જ આરાધવાનું જિનશાસનનું ફરમાન છે. ભૌતિક પદાર્થોની લાલસા સંસારમાં રખડાવે છે માટે ભૌતિક લાલસાઓને પુષ્ટ કરનાર અને પ્રભુભક્તિને ગૌણ કરનાર દેવ-દેવીની મુખ્યતાવાળાં પૂજન-અનુષ્ઠાનો ન કરવાં-ન કરાવવાં.
t
૩૨) રાત્રિભાવના " પ્રભુભક્તિ મહોત્સવમાં ભાવના પરમાત્મા સમક્ષ જ ભણાવવી જોઈએ. ભાવના દરમ્યાન જાદૂના પ્રયોગો-મિમિક્રી-ડાયરો-સાંસ્કૃતિક કાર્યક્રમમાતૃપિતૃવંદના-દેવદેવીઓના ગીતો આદિ જેવા પ્રભુભક્તિ સિવાયના કાર્યક્રમો ન રાખવા. વર્તમાનમાં સ્ટેજ ઉપર ભક્તિનું કોઈ પણ આલંબન ન રાખતાં સંગીતપાર્ટી જ સભા સમક્ષ ગોઠવાઈ જાય છે, તે બિસ્કુલ અનુચિત છે. પુરુષોની હાજરીમાં પૂજા-પૂજન-ભાવના-વરઘોડા વગેરે દરમ્યાન બહેનોએ નાચગાન ન કરવાં.
date
"
હું
૨૪