________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન વિ.સં. ૨૦૭૨ -
૨૭) ન્હવણજલ - વાસક્ષેપ ગ્રહણ
શ્રી શત્રુંજય-શંખેશ્વર આદિના જિનાલયોમાં આચાર્યાદિ પદસ્થો તથા સાધુ-સાધ્વીજી ભગવંતોએ પરમાત્માનો સ્પર્શ કરવો ઉચિત નથી. કારણ કે તેથી પરમાત્માની આશાતના થાય છે. કારણ કે સ્નાન કર્યા વિના, પૂજાનાં શુદ્ધ વસ્ત્રો પહેર્યા વિના પરમાત્મમૂર્તિને સ્પર્શી શકાય નહિ, એવી શાસ્ત્રમર્યાદા છે. તેમજ સચિત્ત ન્હવણજલ ગ્રહણ ન કરવું કેમકે આ પ્રવૃત્તિ સંયમની વિરાધનાનું કારણ બને છે. એ જ રીતે શ્રાવકોએ પૂજા કરતી વખતે શ્રી જિનબિંબ ઉપરથી સીધો જ વાસક્ષેપ લઈ માથે નાંખવાની પ્રવૃત્તિ કરવી નહિ.
onaseekaran
૨૮) પૂજારી દ્વારા થતી આશાતના
જૈનો માટે પરમાત્માની પૂજા સંસારનિસ્તારનું આલંબન છે, સંસારનિર્વાહનું સાધન નથી. માટે દરેક શ્રાવક શ્રીજિનપૂજા સંસાર તરવા માટે જ ઉ” કરવી. તેને આજીવિકાનું સાધન બનાવવું નહિ. આજે પૂજારીઓ દ્વારા પરમાત્માની જે આશાતનાઓ થઈ રહી છે, તે દરેકના નિવારણ માટે ટ્રસ્ટીવર્ગ સ્વયં ધ્યાન આપવું જોઈએ, અથવા આરાધકવર્ગને આ કાર્ય સોંપવું જોઈએ. જ્યાં એ શકય ન જ બને ત્યાં પૂજારીઓ માટે માર્ગદર્શિકા તૈયાર કરાવી તે પ્રમાણે આશાતના નિવારણ કરાવવા અંગેની તકેદારી શ્રીસંઘે રાખવી જોઈએ.
a
૨૯) મહોત્સવોમાં જિનભક્તિની ઉપેક્ષાનું નિવારણ.
જિનભક્તિ મહોત્સવાદિ પ્રસંગોમાં જમણવાર અને સંગીતકાર આદિમાં મોટો ખર્ચ કરનાર શ્રાવક કે શ્રીસંઘ ભગવાનની આંગી, ફળ-નૈવેદ્ય, જિનાલયનો શણગાર આદિમાં ઉપેક્ષા કરે તે તદ્દન અનુચિત છે. માટે જિનભક્તિની સામગ્રી પણ ઉત્તમ અને ઉત્કૃષ્ટ ચડાવવાનો ઉપયોગ જિનભક્તિ મહોત્સવમાં દરેકે રાખવો જોઈએ. જિનાલયના શણગારમાં તુચ્છ અને હલકાં દ્રવ્યો ન વાપરવાં. મહોત્સવ પૂર્ણ થયા બાદ સામગ્રીના જયણાપૂર્વક વિસર્જનમાં પણ બરાબર ધ્યાન અપાવું જોઈએ.
ra
//૨૩.