________________
તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં. ૨૦૭૨
so
એ
૩૩) ધર્મદ્રવ્ય વહીવટ
સાતક્ષેત્ર આદિ ધર્મદ્રવ્યનો વહીવટ શ્રીદ્રવ્યસમતિકા અને શ્રીશ્રાદ્ધવિધિ પ્રકરણ જેવા ધર્મદ્રવ્યના વહીવટનું માર્ગદર્શન આપતાં તપાગચ્છમાન્ય શાસ્ત્રાનુસારે જ કરવો જોઈએ.
૩૪) વિ.સં.૧૯૯૦ અને વિ.સં.૨૦૧૪ના સંમેલનને બહાલી
વિ.સં.૧૯૯૦ના વર્ષે રાજનગર મુકામે સકળ શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘના સર્વે ગચ્છોનું જે સંમેલન થયું હતું, તે સંમેલનમાં આપણા ધર્મશાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાનુસારે પૂ. આ. શ્રી. વિજયનેમિસૂરિજી મ., પૂ. આ. શ્રી. આનંદસાગરસૂરિજી મ., પૂ. આ. શ્રી. વિજયસિદ્ધિસૂરિજી મ., પૂ. આ. શ્રી. વિજયનીતિસૂરિજી મ., પૂ. આ. શ્રી. વિજયદાનસૂરિજી મ., પૂ. આ. શ્રી. જયસિઁહસૂરિજી મ., પૂ. આ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મ., પૂ. આ. શ્રી. વિજયભૂપેન્દ્રસૂરિજી મ. અને પૂ. મુ. શ્રી. સાગરચન્દ્રજી મ. આ બધા વડિલો દ્વારા સર્વાનુમતે જે નિર્ણયો લેવાયા હતા, તે નિર્ણયો આજે પણ એટલા જ પ્રસ્તુત હોઈ, આજ સુધી જેમ તેને અનુસરતા આવ્યા છીએ, તેમ હવે પણ તેને જ અનુસરતા રહેવાનો તપાગચ્છીય શ્રમણ સંમેલન નિર્ણય કરે છે. કારણ કે તે નિર્ણયો સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારે અને શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરાનુસારે લેવાયા હોવાથી તપાગચ્છ સહિત અન્ય પણ ગચ્છોને સર્વસંમતિથી માન્ય હતા. આ ઠરાવોની પુસ્તિકા શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીમાં ઉપલબ્ધ છે.
9.
2.
વિ.સં.૧૯૯૦ના સંમેલનના ઠરાવો તથા વિ.સં.૨૦૧૪ના સંમેલનના ઠરાવોના આધારે પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજાના નિર્દેશ અનુસાર વિશેષ સમજૂતીપૂર્વક પ્રકાશિત થયેલ ‘ધર્મદ્રવ્યવ્યવસ્થા’ નામક પુસ્તક (પ્રથમ આવૃત્તિ)ના સહારે આજે પણ મોટાભાગના શ્રીસંઘોમાં
સાતેય ક્ષેત્ર આદિ ધર્મક્ષેત્રના દ્રવ્યોનો વહીવટ ચાલી રહ્યો છે.
આ વહીવટ શૈલીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરતાં તે જ રીતે વહીવટ આગળ પણ ચાલુ રાખવાની તેમજ કોઈપણ કારણસર આવેલી શિથિલતાને દૂર કરવાની ચતુર્વિધ શ્રીસંઘને આ શ્રમણસંમેલન ભારપૂર્વક ભલામણ કરે છે.
ఈజి
112411