________________
ఆనందుడు
તપાગચ્છીય
શ્રમણ
સંમેલન વિ.સં.૨૦૦૨
దండుగ జిల్లా
દીવાઓથી વાતાવરણ સૌમ્ય, પવિત્ર અને આહ્લાદક બનવા દ્વારા ભાવોત્પાદક બને છે. જિનાલય વગેરે ધર્મસ્થાનોમાં પંખા-એ.સી.-કુલર-હિટર આદિ કોઈપણ સંયોગોમાં દાખલ કરવા નહિ.
૨૫) જિનાલયના શિખરે માંચડા
જિનાલયના શિખરે કાયમી માંચડા રાખવા નહિ. શિલ્પશાસ્ત્રમાં જિનમંદિરને પ્રાસાદ-પુરુષ કહેલ છે. તે મુજબ માંચડો બરાબર ગળાના ભાગમાં આવે છે. તે માંચડો પ્રાસાદ પુરુષના ગળાનો ફાંસો છે એવું શિલ્પશાસ્ત્રોના નિષ્ણાતોનું મંતવ્ય છે. તેથી પ્રતિવર્ષે ધજા ચડાવવા માટે પાલક બાંધવો જોઈએ અથવા નીચે ઉભા-ઉભા ધજા ચઢાવી શકાય તેવો પ્રબંધ સંઘે કરવો જોઈએ. શ્રી શંખેશ્વર-શત્રુંજય-ગિરનાર-તારંગા-આબુ આદિના પ્રાચીન જિનાલયોમાં કાયમી માંચડા નથી.
વિશેષનોંધ : લોખંડ આદિના પાઈપ દ્વારા બંધાતા માંચડાથી જિનાલયના નાના-મોટા ભાગોને નુકશાન થતું જોવામાં આવે છે તેથી લોખંડ આદિના માંચડા કરવા નહિ.
૨૬) જિનપૂજા દ્રવ્ય
જૈનશાસનમાં પરાપૂર્વથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા વિહિત છે. તેથી અષ્ટપ્રકારી પૂજા માટે જળ, દૂધ, સુખડ, કેસર, પુષ્પ, ધૂપ, ઘી વગેરે શુદ્ધ દ્રવ્યોની પ્રાપ્તિની વ્યવસ્થા શ્રીસંઘે કરવી જોઈએ. શ્રી શ્રાદ્ધવિધિપ્રકરણ, શ્રી ધર્મસંગ્રહ ગ્રન્થ, શ્રી યોગશાસ્ત્ર ગ્રન્થ, શ્રી પંચવસ્તુક ગ્રન્થ, શ્રી આચારોપદેશ ગ્રન્થ વગેરે ગ્રન્થોમાં જિનપૂજા માટે કેસર-દૂધ વગેરેના પણ ઉપયોગની વાત કરેલી જ છે. શ્રાવક માટે સામાન્યતયા ચંદનપૂજામાં કેસર અનિવાર્ય છે. પ્રતિમાજીમાં નુકસાન થવું, ખાડા પડવા વગેરેમાં કેસર-દૂધ-વરખ કારણભૂત નથી, એ પ્રયોગોપૂર્વક સાબિત થયેલું છે.
॥૨૨॥