________________
તપાગચ્છીય
શ્રમણ
સંમેલન
વિ.સં.૨૦૭૨
(૨)
પશુ-પક્ષીનાં કે ગ્રહોનાં આસન શાસ્ત્રવિરુદ્ધ છે. માટે એવાં પશુ-પક્ષી આદિના આકારવાળા વાહન ઉપર પ્રભુપ્રતિમાને બિરાજમાન ન કરવી. કોઈ કરતું હોય તો સુયોગ્ય પ્રયત્ન કરીને અટકાવવું.
૨૨) જિનબિંબ આદિ પૂજનીય તત્ત્વની પ્રભાવના
શ્રી જિનબિંબ-ગુરુમૂર્તિ જેવાં પૂજનીય તત્ત્વો પ્રભાવના કે લહાણી કરવાની વસ્તુ નથી. તે બિંબો તો વિધિપૂર્વક ભરાવી પ્રાણપ્રતિષ્ઠા કરાવી પૂજવાના હોય છે. આમ છતાં અજ્ઞાનતા-દેખાદેખીના કારણે શ્રીજિનબિંબાદિની પણ આજે પ્રભાવના કે લહાણી થઈ રહી છે. કોઈએ પણ આવી પ્રભાવના કે લહાણી ન કરવી કે ન લેવી. પરમાત્મા અને ગુરુભગવંત પૂજ્ય છે, પ્રભાવનાની ચીજ નથી. પ્લાસ્ટિક જેવાં અશુદ્ધ દ્રવ્યોની પ્રતિમા અને નવકારવાળી આદિ ન બનાવવી. ન રાખવી, ન લેવી-દેવી તથા પ્રભાવનાદિ માટે દેવ-ગુરુની છાપવાળા ચાંદી આદિના સિક્કા પણ ન બનાવવા.
૨૩) નૂતન જિનાલય નિર્માણ
નૂતન જિનાલયના નિર્માણ કરતાં પણ પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધારમાં આઠગણો લાભ શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. માટે જીર્ણોદ્ધાર ઉપર વિશેષથી શ્રીસંઘે ધ્યાન આપવું જોઈએ. કલ્યાણક ભૂમિ, પ્રાચીન તીર્થભૂમિ, જૈનશાસનના મહાપુરુષોની જીવનઘટના સાથે સંલગ્ન ઐતિહાસિક ભૂમિ અથવા પૂજકવર્ગ જ્યાં વિશેષ હોય તેવા સ્થળોમાં જ નૂતન જિનાલયનું નિર્માણ કરી શકાય. આ સિવાય હાલ જે નૂતન તીર્થોના નિર્માણ થઈ રહ્યા છે તેમાં એટલું તો કમસેકમ થવું જોઈએ કે તે તીર્થોને પ્રાચીન તીર્થના નામ ન આપવા. જેથી લોકો ભ્રમણામાં ન પડે અને ભવિષ્યમાં મૂળ તીર્થનું અસ્તિત્વ અને મહિમા ન જોખમાય. બાકી તીર્થો બનાવવાં એ શ્રાવકનું કર્તવ્ય છે, સાધુનું નહીં.
૨૪) જિનાલયમાં લાઈટ વગેરે
જિનાલયમાં લાઈટ વગેરેનો ઉપયોગ કરવો નહિ. જ્યાં સુધી એ શકય ન બને ત્યાં સુધી ગર્ભગૃહમાં તો લાઈટ ન જ રાખવી. જયણાપૂર્વક મૂકાતા
సన్నాయి నగర
॥૨૧॥