________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન છે વિ.સં.૨૦૭૨ ક
જેવાં દ્રવ્યોથી સમજપૂર્વક ઘસાઈ-સફાઈ કરવાથી ઓપની જરૂર નહિ પડે, છતાં કારીગરની જરૂર પડે તો તેની પાસે ઓપ કરાવવાથી પતતું હોય તો લેપમાં ન જવું. કારીગરો ઓપમાં કાચપેપર, એસિડ જેવાં દ્રવ્યો ન વાપરે તેમજ લેપમાં અશુદ્ધ દ્રવ્યો, ઘાતક રસાયણો ન વાપરે-તેનું ખાસ ધ્યાન રાખવું. તાજેતરમાં કરાવાયેલ લેબોરેટરી ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ગુલાબી વડી અને પીળી વડીના પાવડરમાં સાઈટ્રીક એસીડ જેવાં દ્રવ્યો ઉમેરવામાં આવે છે.
૧૯) જિનબિંબને ટીકા વગેરે ન લગાડવા
શ્રી જિનબિંબને ટીકા-બાજુબંધ-કપાળી-કંઠો-પંજો વગેરે ચોંટાડવાં નહિ, તેથી પ્રતિમાજીને હાનિ પહોંચે છે. અતિકિંમતી હોય તો ચોરો દ્વારા મૂર્તિ ખંડિત થવાનો પણ હાલના સંયોગોમાં ભય રહે છે. તેમજ અનુભવના અંતે જણાયું છે કે તે ટીકા કે કપાળીની ચારે બાજુ ક્ષારવાળું પાણી, ચંદન, કેસર વગેરે ભરાઈ રહેવાથી આશાતના થાય છે અને મૂર્તિનો તે ભાગ ખવાઈ જાય છે, વળી ત્યાં ખાડા પણ પડી જાય છે. અને ચોંટાડેલા ભાગની અંદર જીવાતો પણ ઉત્પન્ન થાય છે. પ્રતિમાજીની સુદીર્ઘ સુરક્ષા માટે તેમજ આશાતનાથી અને જીવવિરાધનાથી બચવા ટીકા વગેરે ચોંટાડવાં નહિ.
૨૦) પરમાત્માની આંગી
શ્રીતીર્થંકર પરમાત્મા રાજરાજેશ્વર છે. તેમની ગરિમા અને બહુમાન જળવાઈ રહે, તે માટે પરમાત્માની આંગી-ગહુલી વગેરેમાં રૂ-વેલ્વેટ વગેરે અશુદ્ધ અને તુચ્છ દ્રવ્યો વાપરવાં નહિ. આંગીમાં પ્રભુજીના અંગ પર એલચી, બદામ વગેરે ખાદ્ય પદાર્થોનો વપરાશ કરવો નહિ. સોના-ચાંદીના શુદ્ધ વરખનો જ વિશેષ ઉપયોગ કરવો. સોના-ચાંદીનું બાદલું પણ વાપરી શકાય છે. પ્લાસ્ટિકની જરી કે ટીકા અશુદ્ધ અને હલકા હોવાથી વાપરવાં નહિ.
૨૧) જિનબિંબને બિરાજમાન કરવાનું આસન
/૨શી. શ્રી વીતરાગ પરમાત્માની મૂર્તિ બિરાજમાન કરવા માટે સિંહાસન-કમલાસન એ જ શાસ્ત્ર વિહિત કરેલ સર્વશ્રેષ્ઠ આસન છે. કૂર્માસન આદિ અન્ય શું