SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિપશ્યના સાધના દરમિયાન કુંડલિની શકિત જે સર્પાકારે ગુંચળુ વાળી પડી હોય છે તે અચાનક જાગૃત થવાથી તેમના શરીરમાં બેહદ ગરમી વધી ગઈ, આંખોએ બળતરા થવા માંડી, બન્ને કાનમાં કફ જેવા અવાજ નિકળવા માંડ્યા તે બે માસ પછી શાંત પડ્યા. તેમને સમજાયું કે “વિપરયના એ વિનાશી સ્વરૂપને સમજવાની એક પ્રકારની પીગલિક શક્તિની પિછાણ કરાવનારી સત્ય દિયા હોઈ તેને પણ સમજવાની એટલીજ જરૂર છે. “અનિત્ય વસ્તુને સમજ્યા વિના નિત્ય તત્ત્વનું સ્વરૂપ નહિં સમજાય”. “જેણે એકને જાણ્યું તેણે જગતને આખાને જાણી લીધું”. જગતમાં જે અને જેટલી પણ વિચાઓ થઈ રહી છે તેની પાછળ મૂળ હેતુભૂત એવું તત્વ કોઈપણ હોય તો તે આત્માનું અવિનાશી સ્વરૂપ છે. યોગી મહાત્મા શ્રી આનંદઘનજીને ટાંકી તે જણાવે છે કે “પ્રથમ વિનાશી સ્વરૂપવાનું અનિત્ય તત્વ ઓળખો; તે ઓળખાયા પછી તેની પાછળ મંડ્યા રહેવાનો ત્યાગ કરી, અવિનાશી સત્ સ્વરૂપ એવા આત્માની શોધમાં બીજું બધું ભૂલી એક જ રટણ, એક જ ન લગાવીને મંડી પડો. “આત્મા એકજ શતિ નથી પણ અનંત શકિતઓનો ભંડાર છે. પૌદ્ગલિક એવી ઉર્જા શકિત - દશ પ્રાણ શકિતઓ, સાત ચક્રો અને શરીરના અંગ ઉપાંગોમાં થતી જે કાંઈ ક્રિયાઓ જોવા મળે છે તેમાં મૂળ આધાર રૂપ આત્માની શકિત જ કામ કરે છે.” અને આ મૂળ સધાયા પછી એક પછી એક ચક્ર, એક પછી એક અનાહત નાદ, મન, દસ પ્રાણો બધા સ્વયં પ્રગટતા જશે”. આ એ પોતે પોતાના અનુભવ પછી કહે છે. ધર્મની વિચાર શ્રેણીએ ચિંતન કરતાં સમજાયું કે “અન્ય કોઈ પણ મત-પંથ આ માર્ગની ઓળખાણ કરાવી શકે તેવી ક્ષમતા ધરાવતો નથી એ સમજાયા પછી ચિંતન જિનમતમાં કેન્દ્રિત કરી ચેતનના ઉપયોગ અંદર શાનધ્યાનમાં લગાડવાની શરૂઆત કરી તથા ધ્યેય મોક્ષ માર્ગ તરફ વાળ્યું.” ચિંતન મનનને આત્મજ્ઞાનમાં લગાડવા ખીમજીબાપાએ જે ટાઈમટેબલ બનાવ્યું તે કંઈક આવું હતું : | સર્વ સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ, સવારે ચાર વાગે ઉઠવું, ધ્યાનમાં ૩-૪ કલાક, સગ્રંથનું વાંચન, બપોરે ભોજન પછી દોઢ કલાક આરામ, ૩ થી ૪ના સુધી ધ્યાન, એક કલાક વાંચન, સાંજે જમ્યા પછી બે કલાક સત્સંગ, રાત્રે નવ વાગે ધ્યાનમાં બેસી ૧૨ વાગે સુવું - રાત્રે ૧૨ થી ૪ નિંદ્રા. બાપાને વારંવાર અચિંત્ય અનુભવો થયા. તે કહે છે, “કુદરતનાં રહસ્યો તેમજ આત્માની શકિતની શોધ પાછળ સાધકે ભારે પરિશ્રમ કરવો પડે છે. માટે તેની સમાધિ અવસ્થા પ્રાપ્તિ માટે નવકાર મંત્રના જાપ-ધ્યાનની સાધના જરૂરી છે” - મનની એકાગ્રતા થવાનો લાભ તેથી પ્રાપ્ત થાય છે - મન સમાધિસ્થ થયા વિના સાધકને સાધનામાં સફળતા કદી પ્રાપ્ત થતી નથી માટે મનને પ્રથમ નવકાર મંત્રના જાપમાં જોડવું તથા પ્રભુભકિતમાં પ્રસન્નતા મેળવવા સંગીત કળાનો પણ આશરો લેવો. વળી જેના મનમાં સંસારની અસારતા સમજાઈ વેરાગ્ય જાગ્યો છે અને તેના ફળ.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy