SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 33 સં. ૨૦૨૭ માં દેવલાલી મુકામે શાંતિલાલ હરીલાલ પારેખનો સત્સંગ થયો જેમની પાસે “જ્ઞાનસાર ગ્રંથ વાંચવા મળ્યો. એ ગ્રંથમાં પછીથી મુનિશ્રી બનેલા વિનોદકુમારના જીવન ચરિત્રથી ખૂબ પ્રભાવિત થયા. નિમિત્ત પરિપકવ થયું અને તેથી ૬૦ વર્ષે સંસારની પ્રવૃત્તિ ત્યાગી કચ્છ વતનમાં તેમણે ગ્રામ્ય જીવન, કુદરતી વાતાવરણ, એકાંત, શાંતિપ્રેરક, સાત્વિક, સરળ અને સાદું જીવન તથા લોકોથી થોડા દૂર, ઓછા સંપર્કમાં અવાય તેવું સ્થળ પસંદ કર્યું. શરૂઆતના પાંચ વર્ષ (સં. ૨૦૩૫ થી સં. ૨૦૩૯) માં અનેક અધ્યાત્મ ગ્રંથો, શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ, કાનજીસ્વામી, બારભાવના, યોગબિંદુ, જ્ઞાનસાર, યોગદષ્ટિ સમુચ્ચય, ઉપમિતિ ભવ પ્રપંચા કથા, અધ્યાત્મ કલ્પદ્રુમ, લલિત વિસ્તરા, ધ્યાન દિપિકા, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે જૈન ગ્રંથો તથા પાતંજલિ યોગશાસ્ત્ર, રમણ મહર્ષિ, ભગવાન બુદ્ધદેવ ના પુસ્તકો તથા શિવપુરાણ, ગીતા વગેરે વાંચ્યા. ચોમાસામાં મગફળીના વાવેતર પછી દિવસ રાત ખેતરમાંજ રહેવાનું તથા સુવાનું બન્યું તેથી જાપ, ધ્યાન સાધનામાં એકાગ્રતા આવી. સં. ૨૦૩૬, સં. ૨૦૩૭ માં સાઘના માર્ગમાં અનેક અનુભવો થયા. વિષયના શિબિરમાં જોડાવાથી પ્રસ્તુત (વર્તમાન) નિયતિનું ભાન થયું કર્મસત્તાની દેહરૂપી કેદમાં આત્મા પુરાયેલો છે ત્યાં શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકારના નાણાં બંધ કરી કર્મમાંથી છૂટવાના પ્રયત્નમાં પડવાનું વધુ જરૂરી સમજાયું. આત્મા પરાધીન છે માટે હોંશીયારી બતાવ્યા વગર નરમ શીલવાન બની સહન કરવાનું નક્કી કરવાથી કર્મો ઢીલા પડશે. “જેવી જીવની રૂચિ તે તરફ વીર્ય ઉછળે. જીવની રૂચિ સંસાર ભણી હોય તો વીર્ય સંસાર તરફ દોરવાય અને સત્યની શોધ પરત્વે હોય તો વીર્ય તે તરફ ગતિ પડે.” “જીવનના અનુભવોએ તેમને સમજાવ્યું કે “જેમણે સત્યના પંથે ચાલવું હોય તેણે વ્યવહાર ચોખ્ખો રાખવો. હિંસા, ચોરી, જુઠ, લોભ-લાલચ અને નિંદાથી બચવું; પ્રામાણિક બનવું; કોઈનું પણ મન ન દુભવવું; અજ્ઞાન વશ થયેલી ભૂલોનો એકરાર કરી પ્રાયશ્ચિત કરવું તથા વ્રત-નિયમથી બદ્ધ જીવન પાળવાથી આત્મ શુદ્ધિ અનુભવાય છે.” “પાત્રતા પ્રગટ્યા વગર આત્મિક જ્ઞાન થતું નથી”. “સંસારમાં તો એક બીજા પ્રેમ નહીં પણ સ્વાર્થ ખાતર રાગભાવ ભરેલી પ્રીત કરે છે અને શરીર સારું હોય ત્યાં સુધી બધું સારું લાગે છે અને પરાધીનતા આવતાં પ્રીતની ખોટી માયા દેખાઈ આવે “વની મૃત્યુ પર વિશ્વાસ કરવા જેવો નથી; એ આવશે ત્યારે કોઈ બચાવી શકશે નહીં, માટે હે મૂઢ આત્મા ! તું હમણાંજ અરિહંત અને સુસાધુના તથા સન્મિત્રને પગે પડ ” ઊંડું વિચારતાં એમને સત્ય લાગ્યું કે “ન્યાય દષ્ટિથી જગતનું નિરીક્ષણ કરવાથી આખો સંસાર તારો ઉપકારક જણાય છે. બધાંજ આપણા હિતેચ્છુ હોય તો જીવને મોહદશાથી સંસારની અસારતાનો ખ્યાલ જ ન આવે, માટે કડવા-મીઠા જે કાંઈ પ્રસંગો જીવનમાં થાય તે મારા ઉપકારક છે એમ વિચારી રાજી રહેવું.”
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy