SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 35 સ્વરૂપ ત્યાગ આવ્યો છે તેને સિદ્ધિ દુર નથી. અજ્ઞાનમય જડ ક્રિયા એ સાધના માર્ગમાં ગરલ (વિષ)નું કામ કરે છે. - સાધના માર્ગનો સંબંધ સીધો આત્મા અને પરમાત્મા વચ્ચેના જોડાણનો હોઈ આ આંતરિક માર્ગમાં બાહ્ય ક્રિયા - જડતા ડબલ લાવનાર બને એ માટે બાહ્ય ક્રિયામાં જડતા ન આવે તે તપાસતા રહેવું - ભાવ ક્રિયા જ મોક્ષને સાધનારી છે - બાહ્યક્રિયા તો અહમને પુષ્ટ કરનારી બને છે. સાધના માર્ગમાં આવતા વિદ્ગો બતાવતાં કહે છે - ભયંકર સ્વપ્ના આવે છે, પૂર્વજન્મની સંજ્ઞાઓના સંસ્કારો સ્વપ્ન તરીકે આવી ખડા થાય છે. આવા અનુભવો ધ્યાનમાં તથા નિવામાં આવે છે તથા ઝેરી પ્રાણીઓ, વિજળીના લીસોટા, ધોધમાર વરસાદ, ભયંકર પૂર, નગ્ન સ્ત્રી અંગો તથા પ્રકૃતિજન્ય તથા પૂર્વકર્મ જન્ય છે. સંવત ૨૦૩૭ના કારતક સુદી ૧૨ થી મહા સુદી ૧૪ સુધી થયેલા અનુભવો : ' રાત્રે ખાટલા પર બેસી ધ્યાન કરતાં ધરતીકંપ થાય તેમ ધરતી ઊંચીનીચી ડોલવા લાગે - મારો ખાટ ઊંચો નીચો થવા માંડે, એકવાર ભારે ઊંચોનીચો થવા માંડ્યો - મેં આહ્વાહન કર્યું કે હું સાધનામાં બેસું છું ત્યારે રોજ ૮૪ લાખ જીવયોનિના જીવોને ખમાવીને, અંતરથી તેમનું ભલું ઈચ્છી બેસું છું તથા મારે કોઈ જીવ જોડે વિરોધ નથી કે નથી વેર - મારે તો બધા જીવો સાથે મૈત્રીભાવ ઈચ્છિત છે માટે જે હો તે પ્રગટ થાઓ અને દર્શન આપો - આવા પ્રકારના આવાહન કરવાથી તે ખાટ હાલતો બંધ થયો, " “ગ્ન, સાધના પૂર્ણ થયા પછી નિદ્રામાં કોઈ મારી છાતી પર ચઢી બેસી તથા પડખું ફેરવવા પણ શીર લેશમાત્ર હલાવી શકાતું નથી. વાસ ખેંચાઈ રહ્યા છે, છાતી પર ભારે દબાણ લદાઈ ગયું છે, ઉઠી જવા ઘણા પરિશ્રમ પછી પણ ઉઠાતું નથી - જબાન ખૂલતી નથી - ચીસ પડાતી નથી - આવું પાંચ-સાત મીનીટ ચાલે છે અને શરીર આખું ગરમ થઈ જાય છે.” આવું વારંવાર બનતું. પણ દિવસે આવું થતુ નહીં. “યારેક પેડામાં ઘાઘરા બાંધ્યા હોય તેવો રથ પવનવેગે અકાલ વેળાએ જતો સંભળાય, એકવાર ચાર પૈડાવાળો રથ તળાવ તરફ પૂર ઝડપથી જઈ રહ્યો છે - પૈડાના આરાઓમાં રંગબેરંગી બલ્બો પ્રકાશી રહ્યા છે, ઘૂઘરા વાગી રહ્યા છે.” સાઘને સાધનામાં વિદ્યામાં ભયંકર બિહામણા સ્વપ્ના આવે, પૂર્વજન્મમાં પાકેલા સંસ્કારોને કારણે તે દર રૂપે ખડા થાય છે. આ આંતરમનની શક્તિથી વ્યવસ્થિત થઈ રહ્યું છે, તેને કર્મના ઉદય સમજી તે તરફ ધ્યાન કેન્દ્રિત ન કરતાં સાક્ષી ભાવે નવું પણ તેથી ડરી ન જવું. વળી સાધનામાં કોઈ ચીસો પાડે, પૂણે, નાચવા માંડે, ભાગવા માંડે છે મોટે સાદે રડવા માંડે એવું બને છે તે કેટલાક દેવોની કુતુહલતા પૂર્વક રમતને કારણે સમજી આહવાહન આપી શાંત કરવું. “આંતરનયન પ્રથમ વાર ખલે ત્યારે જે ઝળહળાટ પૂર્વક અંદરના ભાગમાં પ્રકાશ
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy