SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જે જે ઝં નિદ્રા તારે તજવી પડશે અને પ્રભુભકિતરૂપી નૌકા દ્વારા પ્રતિક્ષણ જીવનસાફલ્યા માટે ઝઝૂમવું પડશે. જીવન એ પ્રસંગ નથી. ઘટના નથી, જન્મ-મરણ વચ્ચેનો કાલખંડ નથી. જીવન એ તો આત્માને ગમતાનો ગુલાલ કરાવવાનો અવસર છે. ઉત્સવ છે. આવા અવસરને ઉજાળવા માટે આશાવરી રાગમાં આલેખાયેલા પદમાં કવિ કહે છે, 'बेहेर बेहेर नहीं आवे, अवसर बेहेर बेहेर नहीं आये, ज्युं जाणे त्यु कर ले भलाई, जनम जनम सुख पावे.. १. .. तन धन जोबन सब ही जूठे, प्राण पलक में जावे. तन छूटे धन कौन कामको ? कायकुं कृपण कहावे ? जाके दिल में साच बसत है, ताकुं जूठ न भावे. 'आनंदघन' प्रभु चलत पंथ में, समरी समरी गुण गावे. ५.' મનુષ્યભવપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોવાથી ભલાઈ કરીને જન્મોજન્મ સુખ પામવા પ્રયત્ન કરવો જોઈએ. શરીર, પેસો અને યુવાની એ ક્ષણિક છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જાય તેવા છે. વન છૂટ્યા પછી આ ધન શા કામનું ? માટે સચારિત્ર્યવાળું જીવન એ જ સત્યમાર્ગ છે. આત્માનંદ પામવાનો આવો અવસર તને ક્યાં મળવાનો છે ? આનંદઘન કહે છે કે એ અવસરને બરાબર ઓળખીને, આનંદપુંજ એવા પ્રભુને સ્મરીને તારો આંતરવિકાસ સાધતો રહે. આત્માનંદની અનુભૂતિના અવસર સમા જીવનને પામવા માટે, કેટલાક અવરોધો પાર કરવા માટે અધ્યાત્મ-પુરુષાર્થ આવશ્યક છે. આનંદઘને એમનાં પદોમાં કુમતિની કપટલીલા દર્શાવીને આ અવરોધ બતાવ્યો છે. કુમતિને કારણે અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા ભોગવતા માનવીની દુર્દશા દર્શાવતાં આનંદઘના કહે છે, 'सुपन को राज साच की माचत, राहत छांह गगन बदरीरी, आई अचानक काल तोपची, गहेगी ज्युं नाहर बकरीरी. जीय. २' સ્વપ્નમાં રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળની છાંયડીમાં આનંદે બેસે છે. (પણ) ઓચિંતો કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy