SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પકડે છે તેમ તને પકડી લેશે.” કવિ મોહગ્રસ્ત માનવીના જીવનમાં સહસા મૃત્યુથી સર્જાતી દશાનું હૃદયભેદક ચિત્રણ કરે છે. સ્વપ્નમાં રાજભવ ભોગવનારની સ્વપ્ન ઊડી જતાં કેવી દશા થાય ? આકાશમાં એકાદ વાદળી આવતાં થોડીવાર થોડો છાંયડો લાગે, પરંતુ એ વાદળી થોડા સમયમાં ચાલી જતાં બળબળતા તાપમાં શેકાવાનું રહે છે. બકરીનું પેટ ફાડીને એનો શિકાર કરતા નાહર પશુની જેમ કાળ તારો ક્ષણ વારમાં કોળિયો કરી જશે. પુદ્ગલ-ભાવમાં ડૂબેલા માનવીને આનંદંઘના વારંવાર ચેતવે છે કે “પુતાનિ વા વાયા વિરવારમાં માનવજીવન તો “પાની તેરા હું કુંવા, તેવત દી છીપ વાયેગા' (પાણીના પરપોટા જેવું, થોડી વારમાં ફૂટી જનાર) છે. આવો માનવી હીરાને છોડી દઈ માયારૂપ કાંકરા પર મોહ પામે છે. એ હારિલ પક્ષી જેવો છે. આ હારિલ પક્ષી પાંજરામાં હોય ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસાચીસ કરી મૂકે છે, પણ લાકડીને છોડતો નથી. જો માનવી પુદ્ગલભાવથી પારાવાર હાનિ અનુભવતો હોવા છતાં એને છોડી શકે નહીં, તો તેની સ્થિતિ હારિલ પક્ષી જેવી છે. આત્મા કે ચેતન્યને મળવા માટે અતિ આતુર સુમતિ (શુદ્ધ ચેતના) ની વિરહવેદના દ્વારા કવિ વિષય-કષાયયુકત પુદગલભાવમાં ડૂબેલા માનવીનું ચિત્રણ આપે છે. પોતાનો પ્રિયતમ આતમરામ અશુદ્ધ ચેતના (કુમતિ) માં એવો ડૂબ્યો છે કે એ ચેતનને ભૂલીને જડ બની ગયો છે. સ્વભાવને ભૂલીને વિભાવમાં ડૂબી ગયો છે. આત્મસુખને બદલે દેહસુખમાં ગરકાવ થઈ ગયો છે. સુમતિની આ વિરહદશા કવિ આનંદઘન કયારેક સંવાદરૂપે તો કયારેક ઉપાલંભરૂપે આલેખે છે. સુમતિના વિરહને જુદી જુદી ભાવછટા સાથે પ્રગટ કરીને આનંદઘન અભિવ્યકિતનું વૈવિધ્ય સાધે છે. ગોડી રાગમાં લખાયેલા એક પદમાં કવિ કહે છે કે આ વિરહિણી પતિવિયોગ સહી શકતી નથી. વિરહને કારણે આખી રાત ઊંઘ વેરી બને છે. એ પતિ પર શુદ્ધ પ્રેમ રાખે છે. એણે સર્વસ્વ સમર્પણ કર્યું છે, છતાં દીર્ઘ વિયોગથી એ અત્યંત પીડિત અને દુ:ખી છે. સઘળી શુધબુધ ખોઈને જીવી રહી છે. આકાશના
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy