SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 22 પ્રત્યક્ષ અનુભવની અવિચળ કલા પ્રાપ્ત થાય છે. મહાયોગી આનંદઘન આ આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું વર્ણન કરીને અંતે એનાથી સાંપડતા અનુપમ આનંદનું ગાન કરે છે. આનંદઘનનાં સ્તવનોમાં આધ્યાત્મિક આરોહણનો ક્રમિક આલેખ મળે છે, તો એમનાં પદોમાં આધ્યાત્મિક ઊર્ધ્વતાની ભિન્ન ભિન્ન ભાવસ્થિતિઓનું આલેખન પ્રાપ્ત થાય છે. આનંદઘન પાસેથી આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યના પદો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આલેખનમાં એમની આલંકારિક રૂપકલી અને જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા કથનની સચોટતા સાધવાની કળા. પ્રગટ થાય છે. કુમતિના સંગમાં બેહોશ બનીને ડૂબેલો આત્મા કઈ રીતે ધીરે ઘર ઊર્ધ્વરોહણ સાધી શકે તેનો મનભર આલેખ આ પદોમાં છે. વિષયમાં આસકત જીવને વિષય ત્યજીને જાગવાનું ઉદ્ઘોધન કરતા તેઓ કહે છે - યાં સોવે ૩૮ ના વરે, अंजलि जल ज्युं आयु घटत है, देत पहोरियां घरिय घाउ रे." . પદના પ્રારંભે વિષય-કષાયની ગાઢ નિદ્રામાં રહેલી વ્યકિતને “કયા સોવે ઊઠ જાગ બાઉરે” કહીને જાણે જગાડવા માગતા હોય તેવો ભાવ પ્રગટ થાય , છે. કવિ નરસિંહ મહેતાની “જાગને જાદવાથી આરંભાતી પંકિતનું સ્મરણ થાય છે. સતત ક્ષીણ થતા આયુષ્યને માટે કવિ કહે છે કે, જેમ ખોબામાં રહેલું જળ. આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને સતત સરી જતું હોય છે, તેમ પ્રતિક્ષણ તારું આયુષ્ય ઘટતું જાય છે, તેથી આયુષ્યની પ્રત્યેક ક્ષણ તારે માટે અમૂલ્ય છે. પળનો પણ પ્રમાદ પોષાય તેમ નથી. કવિ સુંદર કલ્પના કરતાં કહે છે કે કાળનો પહેરેગીર સતત ઘડિયાળના ડંકા મારે છે અને તારો આયુષ્યકાળ પ્રતિક્ષણ ઘટી રહ્યો છે. ઈંદ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મોટા મુનિઓ ચાલ્યા ગયા, તો પછી ચક્રવર્તી રાજા કયા હિસાબમાં ? આવા સમર્થને કાળવશ થવું પડ્યું, ત્યારે તું કોણ માત્ર ? માટે તત્કાળ જાગ્રત થા. આ જાગૃતિ તે બાહ્ય જાગરણ નથી, પણ આત્મજાગૃતિ છે. આ જાગૃતિ એટલે ઘૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ, અનિત્યમાંથી નિત્ય પ્રતિની સફર, ભંગુરમાંથી શાસ્વત તરફની યાત્રા. આને માટે વિષય-કષાયની વિભાવદશાની
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy