SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મહંમદ સાહેબ વિરલ મહાત્માઓમાંના એક હતા. વર્ષોનાં તપસ્યા, એકાંતવાસ, અનશન પછી અરબસ્તાનની પતિત અવસ્થાના કાળમાં ઇશ્વરે તેમને ( મહંમદ સાહેબને) સ્વદેશના તથા સમસ્ત સંસારના હિતના માર્ગ દાખવ્યેા. ઇસ્લામ ધર્મના પ્રચાર કરે તે પહેલાં તેમની ઉંમર ચાલીસ વર્ષની થઈ ચૂકી હતી. ત્રેસઠમે વરસે તેમણે પેાતાની લીલા સંકેલી લીધી. આ તેવીસ વર્ષો દરમ્યાન જ્યારે મહંમદ સાહેબને આત્મવેદના થતી અથવા તેા માર્ગ સૂઝતા નહીં ત્યારે તેઓ ભારે કંદન સાથે ઈશ્વરની પ્રાર્થના કરતા હતા. એમનું શરીર ધ્રુજી ઊઠતું; કયારેક તેઓ ચાફાળ ઓઢી સૂઈ રહેતા. ચાફાળ આંસુ તથા પરસેવામાં તરખેાળ થઈ જતા. કયારેક તેઓ અન્ન તથા પાણી વિના પડયા રહેતા; છેવટે તેઓ ઊઠતા ત્યારે જે વેણેા તેઓ ઉચ્ચારતા તેને ઈશ્વરી આદેશરૂપ તેઓ લેખવતા હતા. તેવીસ વર્ષના ગાળામાં આ રીતે પ્રસંગોપાત્ત મહંમદ સાહેબ જે ઉચ્ચારતા તેના સંગ્રહનું નામ છે ‘ કુરાન ’. > < ' ‘ કુરાન ” શખ્સ કેરા ’થી બન્યા છે. તેને અર્થ છેઃ જાહેર કરવું કે વાંચવું. સંસ્કૃત · કું', અંગ્રેજી ‘કાઈ', અરખી ‘ કેરા ’ ત્રણેનાં મૂળ એક છે. કુરાન ’ ના શાબ્દિક અર્થ છે. જાહેર થઈ શકે અથવા વાંચી શકાય તે; લક્ષ્યાર્થ " છે - ધર્મગ્રંથ. ૧૫૫
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy