SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ 'પદોનો સંબ્રિા. પરિચય | ૧ અરિહંત પદ - “સવિ જીવ કરું શાસનરસી' એવી ઉત્કૃષ્ટ ભાવદયા ચિંતવતા અને વિશસ્થાનક તપની આરાધના કરતા કરતા તીર્થંકરનામ કર્મ નિકાચિત કરી ત્રીજા ભવે તીર્થકર પણે જન્મેલા એવા તિર્થાધિપતિને તીર્થકર નામકર્મનો સોદય જાગ્યો હોય, અને ચારેય ઘનઘાતી કર્મો જડમૂળમાંથી ખપાવીને જે વીતરાગી અરિહંત બન્યા હોય, કેવલજ્ઞાન-દર્શનની અનુપમ સંપદા પામ્યા હોય, એવા ૧૮ દોષ રહિત જગન્ના સ્વામી, દેવાધિદેવ અરિહંત પ્રભુ અરિહંત કહેવાય છે. અષ્ટ પ્રાતિહાર્ય અનેક અતિશયોથી યુક્ત એવા ૧૨ ગુણે કરી , શોભતા સર્વજ્ઞ પ્રભુ જેને દેવલોકના દેવતાઓ પણ પૂજતા હોય એવા અરિહંત પરમાત્મા સમસ્ત જીવરાશી માટે ઉપકારક છે. સમવસરણમાં બેસીને જે દેશના આપતા હોય પ્રથમ પરમેષ્ઠી ભગવાન નામ-સ્થાપનાદિ ચારે નિક્ષેપે ઉપાસ્ય છે. ૨સિદ્ધપદ - સમગુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની યથાર્થ આરાધના કરી ૪ ઘાતી, ૪ અઘાતી એવા આઠેય કર્મોનો ક્ષય કરી સદાને માટે જન્મ-જરામરણથી મુક્ત બની, સિદ્ધ-બદ્ધ-મુક્ત થઈ ગયા છે એવા સિદ્ધ ભગવંતો આત્માના અનન્ત ગુણાત્મક પૂર્ણ સ્વરૂપને પામી ચૂક્યા છે. સર્વથા કર્મ રહિત, શરીર રહિત-અકર્મી-અશરીરી અવસ્થા પામીને જે અજરામર પદે બિરાજી નિરંજન-નિરાકાર બની ગયા છે, અને અરુહંત થઈ ગયા છે અર્થાત કર્મો ફરી ન ઉગવાના કારણે પાછા સંસારમાં આવનારા જ નથી. ભવબંધનથી મુક્ત થયા છે, એવા સિદ્ધ ભગવંતો નમસ્કાર કરવા યોગ્ય છે. ૩ પ્રવચનપદ - કેવલજ્ઞાનથી અનન્તા ય પદાર્થોને જાણતા, અને કેવળ દર્શનથી જોતા એવા તીર્થંકર પરમાત્મા વીતરાગ ભાવથી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ વર્ણવતા ભવિ જીવો ઉપર અસીમ કરુણા ભાવે જે તારક દેશના ફરમાવે છે, અને તત્ત્વોનું ચરમ સત્યસ્વરૂપ પ્રરૂપી જે મોક્ષમાર્ગ દેખાડે છે, એવી ૩૫ ગુણો વડે શોભતી વાણી પ્રરૂપતા એવા સર્વસના પ્રવચનની વિશ્વતારકતા શ્રેષ્ઠ કક્ષાની છે. ( ૪ આચાર્યપદ - ૫ ઈન્દ્રિઓનું દમન, બ્રહ્મચર્યની વાડનું પાલન કરનાર, ૪ કષાયોના વિજેતા, ૫ મહાવ્રતોના પાલનહાર, ૫ આચારના પાલક, ૫ સમિતિના આરાધક, ૩ ગુતિના સાધક એવા ૩૬ ગુણોના ધારક, નામાદિ નિક્ષેપે ભાવ આચાર્ય હોય તે સદા સેવ્ય-ઉપાસ્ય છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy