SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિવિ. પ સ્થવિરપદ - ગીતાર્થ, જ્ઞાની, રત્નાધિક, વયથી સ્થવિર, દીર્ઘ સંયમ પર્યાયથી સ્થવિર અને ક્ષમા-મૃદુતા, સરલતા, આદિ યતિધર્મના ગુણોથી જેઓ અન્ય સાધુજનને યથાવસર સહાય આપી સંયમ માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર મુનિ કહેવાય છે. ૬ ઉપાધ્યાયપદ - ૧૧ અંગ, ૧૨ ઉપાંગ અને ચરણસિત્તરિ, કરણસિત્તરિ એવા ૨૫ ગુણોના ધારક, અથવા ૧૪ પૂર્વો અને ૧૧ અંગ શાસ્ત્રોના જ્ઞાતા એવા ૨૫ ગુણોના ધારક ચોથા પરમેષ્ઠી ઉપાધ્યાયજી મહારાજ કહેવાય છે. જે વાચકપાઠક છે. સાધુઓને ભણાવનારા ઉપાધ્યાયજી સકળ સંઘના આધાર સ્વરૂપ છે. - સાધુપદ - સંસારના ત્યાગી, પંચમહાવ્રતધારી, સુધાદિ ૨૨ પરિષહોને સહન કરનાર, મોક્ષમાર્ગ ઉપર ચાલનાર, સ્વ-પરનું હિત સાધનાર, એવા ૨૭ ગુણોના ધારક સાધુ ભગવંત કહેવાય છે. આવા અણગાર એ જિનશાસનના શણગાર છે. ૮ જ્ઞાનપદ - હેય-શેય-ઉપાદેયના વિવેકથી સમસ્ત લોકાલોકના શેયપદાર્થોને જાણવાના સ્વભાવવાળો આત્માનો અભેદ્ય ગુણ જ્ઞાન છે. જ્ઞાનથી સ્વ-પર, હિત-અહિત, જડ-ચેતન, કર્તવ્ય-અકર્તવ્યનો બોધ થાય છે. આત્મા જ્ઞાનમય જ છે, માટે આત્માનો આધાર જ્ઞાનગુણ ઉપર છે. દીપક જેવું સ્વ-પર વ્યવસાયી જ્ઞાન એ જ પ્રમાણરૂપ છે. : ૯ દર્શનપદ - વસ્તુનું અન્તિમ સત્ય સ્વરૂપ બતાવનારા સર્વજ્ઞ પરમાત્મા દ્વારા પ્રરૂપિત જીવાદિ નવ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ માનવું, દેવ-ગુરુ-ધર્મનું શુદ્ધ સ્વરૂપ માનવું, જિનવચનમાં નિઃશંક બુદ્ધિ રાખવી એ જ સમ્યગુ દર્શન છે. જે ભક્તિના બીજ જેવી છે. ૧૦ વિનયપદ - આત્માનો મૂળભૂત ગુણ વિનય છે. કષાયો સ્વભાવ નહીં " વિભાવ છે. વિનય-નમ્રતાનો સ્વભાવ છે. અને અહંકારાદિ કષાયોને કાઢવામાં છે. મોક્ષની પ્રાપ્તિનું બીજ પણ વિનય ગુણમાં છે. ૧૧ ચાસ્ત્રિપદ - આત્માનો ગુણ ચારિત્ર છે. સંવરધર્મરૂપ આ ચારિત્ર આત્મામાં આવતા કર્માશ્રવનો નિરોધ કરે છે. નિર્જરી કરાવે છે. મોક્ષ પ્રાપ્તિનો આધાર છે. સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મસ્વરૂપ આ ચારિત્રગુણ શુદ્ધ આચરણરૂપ ક્રિયા કરાવે છે. '
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy