SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ બનતી બનતી ઘૂંટાતી જાય અને સાથે તપનો યોગ મળે તો તીર્થંકર નામકર્મ બંધાય છે. અને તેના ઉદયે ભાવાત્તરમાં ૩જા ભવે તીર્થંકર થવાય છે. સહવર્તિ અન્ય સાધુ ભગવંતોનો પણ સહકાર મલ્યો છે. ભાવિમાં તીર્થકર બનવાની ઉંચી પવિત્ર ભાવનાથી વીશસ્થાનકની તપશ્ચર્યા કરવી જોઈએ. એ માટે આ લઘુ સંસ્કરણ ઘણું જ ઉપયોગી થશે. આ લઘુ પુસ્તકમાં મંત્રો, પદો, વિધિઓ, કથાઓ વગેરે વ્યવસ્થિત આપી છે. આરાધક પુણ્યાત્માઓએ આ પુસ્તકનો ઉપયોગ આરાધનાર્થે કરીને તીર્થકર બનવા આગળ વધે, અને મોક્ષગામી બને એ જ શુભ ભાવના... પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણકિંકર ગણિ કૈલાસચંદ્ર વિ. સંવત ૨૦૫૮, પોષ વદ-૧, ધર્મરાજા પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. જન્મદિન (સંવત ૧૯૫૭ પોષ વદ-૧) વાડી ઉપાશ્રય, ગોપીપુરા, સુરત. ખાસ સૂચના : - આરાધકોને આ પુસ્તક વિના મૂલ્ય આપવામાં આવે છે. ‘ | તેથી આરાધકોને આ પુસ્તક જરૂર ન હોય તો બીજા આરાધકોને આપવા ઉપયોગ રાખવો. અથવા પ્રાપ્તિ સ્થાને પરત કરવી. જેથી જ્ઞાનની આશાતના ન થાય.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy