SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ આજે પણ કોઈ વિરલા જીવો અઠ્ઠાઈથી પણ કરતા હોય છે. કોઈ અક્રમથી પણ વીશસ્થાનકની આરાધના કરે છે. કોઈ છઢથી અને ૧ ઉપવાસથી કરવાની પરંપરા વધારે પ્રચલિત છે. એનાથી ઓછી આયંબિલ-એકાસણાથી પણ વીશસ્થાનકની આરાધના કરી શકાય છે. અને તેમાં પણ ૬ મહીનાની એક ઓળી હોય છે. ૬ મહીનાના ૧૮૦ દિવસોમાં ફક્ત ૨૦ દિવસ જ ઉપવાસાદિ તપ કરવાથી એક પદનો તપ થાય છે. ૨૦-૨૦ દિવસની એવી ૨૦ પદોની ૨૦ ઓળીઓ કરવાની છે. દરેક ૬ મહીને ૧ ઓળી ગણતા ૧ વર્ષમાં ૨ ઓળી થાય છે. તેને કરતા કરતા ૧૦ વર્ષનો કાળ થાય છે. આ ૧૦ વર્ષના ગાળામાં ૨૦, ઓળીઓ પૂર્ણ થતા આ વીશસ્થાનક તપ પૂર્ણ થાય છે. ૧૦ તિથી અથવા એકાંતર ઉપવાસ કરી ૩ વર્ષમાં પણ પૂર્ણ કરી શકાય. આ રીતે યથાશક્તિ તપ કરીને પણ આરાધકોએ આરાધના કરવી જોઈએ. ૧૬ ભાવનાની અનિવાર્યતા :- જેમ ઘી ચોપડ્યા વગરની એકલી રોટલી લૂખી લાગે છે તેમ ભાવનાના રસ વિના એકલી તપશ્ચર્યા લૂખી લાગે છે. આથી એ સમજવાનું છે કે... એકલી તપશ્ચર્યાથી ભાવના વિના તીર્થંકર નામકર્મ ઉપાર્જન નથી થતું. માટે ભાવના ભાવવી અનિવાર્ય છે. શેની ભાવના ? કઈ અને કેવી ભાવના ? એના ઉત્તરમાં સ્પષ્ટ જણાવે છે કે... વીશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી, જો હવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા ।।” જો મને એવી કોઈ પ્રબલ શક્તિ મળે તો હું આ સંસારના બધા જીવોને જિનશાસનના રસિક પ્રિય બનાવું. જિન શાસનના રસિક બનાવવાનો સીધો અર્થ છે. “મા વાર્ષીત જોઽષિ પાપાનિ, મા ચ મૂત વ્હેઽષિ દુઃપ્લિનઃ ।'' આવી ભાવના અંતરમાં પ્રબલ બનતી જાય, આ ધરતી ઉપર કોઈપણ જીવ પાપ ન આચરે અને કોઈપણ જીવ દુઃખી ન થાય, એવી પ્રબલ ભાવના વધતી જ જાય તો જ તીર્થંકર નામકર્મ બંધાય છે. ભાવના પ્રાર્થના રૂપ થઈ જાય છે. અને ક્ષેત્ર વિસ્તૃત થઈ જાય, કોઈ-કોઈ અને કેટલાક જ જીવો એવો ભેદ નથી રહેતો. “સવિ જીવ” આ શબ્દો જ કહે છે કે જગત્ના સર્વ જીવોનો ઉદ્ધાર કરવાની ભાવના અત્યન્ત પ્રબલ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy