SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ જીવનમાં વણાઈ જાય છે. સંપૂર્ણપણે સમર્પણ કરી સક્રિય બનીને સાધક એ માટે દ્રવ્ય-ભાવ તપશ્ચર્યા કરતા કરતા આત્મબલ વિક્સાવે છે. અને સાથે સાથે ઉત્કૃષ્ટ કક્ષાના ભાવોની ભાવના ભાવે છે. બાહ્ય શરીરથી બાહ્ય તપ પણ કરે છે, અને અભ્યન્તર કક્ષામાં મનને ઉત્કૃષ્ટપણે સંયોગ થતાં જં આરાધક આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. આ પ્રક્રિયા જૈન ધર્મમાં ભગવાન બનવાની છે. માટે કોઈપણ વ્યક્તિ વિશેષ ઈચ્છે તો પણ આજે ને આજે ભગવાન બની શક્તો નથી.' - વીશસ્થાનકમાં તપની આવશ્યક્તા - વીશસ્થાનકના ૨૦ પદોની આરાધના દ્રવ્ય ભાવ તપશ્ચર્યાના આધારે જ થવાની છે. તપ એ આત્મગુણ છે. માટે તપશ્ચર્યા આત્મિક ધર્મ છે. જૈન શાસનમાં આ ૨૦ પદોની આરાધનાઉપાસના દ્રવ્યભાવ તપ વિના સંભવ જ નથી. બધા જ તીર્થકર થતા ભગવાનોએ ભગવાન થવાના પૂર્વના ૩જા ભવે વિશિષ્ટ કક્ષાની તપશ્ચર્યા કરીને જ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. તે વિના સંભવ જ નથી. જ્યારે આજે બેફામ ખાતાપીતા અને કંઈ જ ન કરતા કેટલાકોને ભગવાન બની જવું છે. જો કે તીર્થંકર થનારા બધા જ જીવો આટલી જ તપશ્ચર્યા કરે એવો કોઈ નિયમ નથી. ઓછી વધારે ગમે એટલી કરે. પરંતુ તે વિના તીર્થંકર નામકર્મ એમને એમ ઉપાર્જિત કરી શકાતું નથી. માટે આજ દિવસ સુધી તપ કરવાની પરંપરા ચાલી જ આવે છે. આ તપ કરીને જ વીશસ્થાનકની આરાધના કરી શકાય છે. ક્ષાયિક સમ્યગૃષ્ટિ શ્રેણિક મહારાજાએ પણ અરિહંત પદની (શ્રી વીરપ્રભુની) અંતરના ભાવથી ભક્તિ કરી હતી. જો કે કદાચ શ્રેણિક મહારાજા જેવાને બાહ્ય તપ નથી. તો પણ પ્રથમ અરિહંતપદરૂપ પ્રભુ વીર ઉપરનો અવિહડ રાગ અને સાથે “સવિ જીવ કરું શાસનરસિ” એ અત્યંતર તપના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું. રોજ પરમાત્મા સમક્ષ ૧૦૮ સુવર્ણના જવલાના સાથિયારૂપ દ્રવ્ય ભક્તિ સાથે ભાવ ભક્તિથી શ્રી વીરપ્રભુને આત્માના પ્રદેશ પ્રદેશોમાં તે રીતે વ્યાપ્ત કર્યા હતાં કે જ્યારે તેઓનું મરણ થયું ત્યારે અગ્નિ સંસ્કાર વખતે હાડકાંમાથી પણ વીર-વીર અવાજ આવતો હતો. આ રીતે તેઓએ 'અરિહંત પદની ભક્તિ કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy