SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ • | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | 'શ્રી વીશસ્થાનક તપ વિષે 'કર્મ સાહિત્યના આધારે ભાવના યોગ બET લેખકઃ ગણિ કૈલાસચંદ્ર વિજય જૈન ધર્મ અવતાર વાદની પદ્ધતિ નથી માનતો. અર્થાત્ કોઈ ઉપરથી આવીને અવતારરૂપે ભગવાન બની જાય એવી વાત નથી સ્વીકારતો. પણ “મા તો પરમ” - આત્મા જ પરમાત્મા બને છે. એ સિદ્ધાંત સ્વીકારે છે. ઈશ્વરના વિષયમાં જૈન ધર્મની પોતાની સ્વતંત્ર મૌલિક સિદ્ધાંતધારા બિલકુલ જુદી જ છે. * . - ભગવાન કેવી રીતે બની શકાય છે? આના ઉત્તરમાં સુંદર સુયોગ્ય માર્ગપદ્ધતિ જૈન સિદ્ધાંતમાં સ્પષ્ટપણે અને સુવ્યવસ્થિત દર્શાવવામાં આવી છે. એ જ માર્ગે ચાલીને આદીશ્વર, પાર્શ્વનાથ બન્યા છે. એની પ્રક્રિયામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોણ, કેટલા ભાવે, કેવી રીતે, શું કરીને ભગવાન બન્યા છે? '' ભગવાન બનનાર આદીશ્વર-પાર્શ્વનાથ આદિ આત્માઓ પણ ભૂતકાલીન ભવોમાં - પાછલા જન્મોમાં આપણા જેવી જ સામાન્ય કક્ષાના સાધારણ આત્મા જ હતાં. કાળાન્તરે ભગવાન બનવાની સાચી દિશામાં પ્રયાણ કર્યું. આગળ - વધતાં જ ગયા અને અન્ને પરમાત્મા-ભગવાન બની ગયાં. - સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર નવસાર નામના ગ્રામપતિનો જીવ જંગલમાં મુનિ મહાત્મા પાસે ધર્મ પામી, સમ્યકત્વરૂપ બીજ વાવીને આગળના ભાવોમાં ૨૫મા ભવે વીશસ્થાનક તપની અભૂત આરાધના કરી ૨૭મા ભવે શ્રી મહાવીરસવામીના રૂપમાં ભગવાન બનીને મોક્ષે ગયાં. અહીં એક સ્પષ્ટીકરણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું એ છે કે આદીશ્વરનો જીવ પાછો સંસારમાં આવીને પાર્શ્વનાથ બન્યો નથી. અને પાર્શ્વનાથનો જ જીવ ફરી સંસારમાં આવીને મહાવીર સ્વામી બન્યો નથી. હા... ફરી પાછો આવીને તેજ જીવ વારે વારે ભગવાન બનતો હોત તો અવતારવાદ કહેવાત. પરંતુ જૈન ધર્મનો સ્પષ્ટ સિદ્ધાંત એ પણ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy