SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ સંકલિત કર્યું અને ગણિશ્રીની પ્રેરણાથી અ.સૌ. અનુપમાબેન કીરીટભાઈ રમણલાલ શાહ પરિવાર તરફથી માટુંગા મુકામે “વીશસ્થાનક તપ આરાધના' પુસ્તકનું વિમોચન પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરિ જન્મશતાબ્દી વર્ષે પો. વદ ૧ના રોજ થયું. આ પુસ્તકનું પ્રફ ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજીએ તપાસી તૈયાર કર્યું હતું. તે ૧૦૦૦ નકલ જોત જોતામાં ખલાસ થઈ જવાથી અને આરાધકોની વિશેષ માંગણી હોવાથી વિધિ તથા દરેક આરાધકોની તે તે પદોની વિવિધ કથાઓથી ભાવોલ્લાસની વિશેષ વૃદ્ધિ થાય તેવા એક માત્ર આશયથી આ વિધિ તથા કથાઓ સહિત પુસ્તક દ્વિતીય આવૃત્તિ ગણિ શ્રી કૈલાસચંદ્રવિજયજીએ. સંકલિત કર્યું. સહવર્તી સાધુઓએ પણ યથા જોગ સહાયતા કરી. અને ગુરુગુણાનુરાગ ભક્તવર્ગના આરાધકોએ આર્થિક સહયોગ આપ્યો. નેહજ એન્ટરપ્રાઈઝવાળા શ્રી જયેશભાઈએ ટાઈપ સેટીંગ સહિત મુદ્રણ કાર્ય કરી આપ્યું આમ બધાના સહયોગથી આ પુસ્તક તૈયાર થયું. પૂ. બા મહારાજ સાધ્વીજી ઉપશાંતશ્રીજીની સ્મૃતિરૂપે સુરત-મકનજી પાર્કમાં બનેલ શ્રી સાચા સુમતિનાથ જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા, ત્રણ સાધ્વીજીની વડી દીક્ષા, બે કુમારીકાની દીક્ષા પ્રસંગે આ પુસ્તકનું વિમોચન થશે. આરાધકો આ વિશસ્થાનકની આરાધના આરાધી શ્રી દેવપાલ આદિ રાજાની જેમ અરિહંતપદને પામે, શાશ્વત સુખના ભાગી બને એજ શુભેચ્છા.. પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરણ કિંકર વિજય સોમચંદ્રસૂરિ પ.પૂ.આ.શ્રી વિજય કસ્તૂરસૂરિ જન્મદિન, વિ.સં. ૨૦૫૮ પોષ વદ-૧ વાડી ઉપાશ્રય, સુરત.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy