SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४६७ સાક્ષી હતા. તે બધા જ વહીવટ કર્તા કે મહામાયો જૈન હતા. જયસિંહના વહીવટદારમાં શાન્ત મંત્રી - મુખ્ય હતા. તેઓ એક વણીક જૈન ધર્મ પાળનાર શ્રાવક હતા. કર્ણદેવ ૧લાના અવસાન પછી સમગ્ર રાજ્યનું સંચાલન મીનળદેવી અને શાન્ત મંત્રીએ કર્યું છે. બાળ જયસિંહ વતી પણ તેઓ વહીવટ કરતા અને જયસિંહના વિકાસમાં તેમનો અનન્ય ફાળો છે. જયસિંહને મીનળદેવી તથા શાસ્તુ મંત્રીએ યુદ્ધ કૌશલ્ય, તલવારબાજી, ભાલા અને બરછીબાજી, મલ્લયુદ્ધ, ગદાયુદ્ધ, ઘોડેસવારી, મુસ્ટીયુદ્ધ તથા વહીવટની યોગ્ય તાલીમ પૂરી પાડી છે. શાન્ત મહેતાએ જયસિંહ મોટો થતાં તેની સાથે યુદ્ધમાં પણ અનેક વખત જોડાયા છે. જયસિંહ માળવા વિજય કરવા ગયો ત્યારે જુનાગઢના રા'ખેંગારે આક્રમણ કર્યું. તે સમયે તેને સમજાવી પરત જુનાગઢ મોકલવાનું કાર્ય શાન્ત મહેતાએ કર્યું છે. આ ઉપરાંત બીજા એક શ્રાવક મંત્રી મુંજાલ હતા. તે ઉત્તમ સલાહકાર હતા. તેમની સલાહથી સિધ્ધરાજ વિજયી બનતો. તેઓ કુશળ બુદ્ધિશાળી હતા. તેના દાખલા અનેક જાણવા મળે છે. કર્ણદેવ પહેલાના લગ્ન માત્ર ચિત્ર જોઈને થયેલા. પરંતુ લગ્ન થયા બાદ મીનળદેવીને જોતાં તેનો કણદવે વિરોધ કર્યો. ત્યારે મુંજાલ મહેતાની કુશાગ્ર બુદ્ધિના ફળ સ્વરૂપ એક નાટક ભજવાયું તે જોવા રાજા કર્ણ આવતો. સતત નાટક જોવાને લીધે રાજા નર્તકીના મોહપાસમાં આવી ગયો. ત્યારબાદ નર્તકીની જગ્યાએ થયેલ વાતચીત પ્રમાણે મીનળદેવીને મોલકવામાં આવતી. જેની નિશાનીરૂપે મીનળદેવીએ કર્ણ પાસેથી વીંટી મેળવી લીધી હતી. રાજા અને રાણી યોગ્ય વારસદાર રાજ્ય માટે આપે તેના પ્રયાસરૂપે મુંજાલ મહેતાએ કાર્ય કર્યું. આ રીતે વહીવટ સિવાય સામાજીક જીવનમાં પણ જૈન શ્રાવક મંત્રિઓ રાજ્યના હીતનું કાર્ય કરતા. તેના ફળસ્વરૂપે મીનળદેવીએ પુત્રરત્ન પ્રાપ્ત કર્યું. જેનું નામ સિંહ રાખવામાં આવ્યું. જેનો યશ મુંજાલ મહેતાના ફાળે જાય છે. આ ઉપરાંત ઉદયન, આસાક, દાદક વગેરે નામાંકિત મંત્રીઓ પણ થયા. સિધ્ધરાજના મંત્રી મંડળ પછી કુમારપાળના મંત્રીઓ પણ જૈન હતા. કુમારપાળનો સલાહકાર વાગભટ્ટ હતો જે મુખ્ય અમાત્યનું સ્થાન ધરાવતો. તેનો પુત્ર ઉદયપાલ હતો. શરૂઆતમાં કુમારપાળ શૈવપંથિ હતો. પાછળથી હેમચંદ્રાચાર્યના પરીચયમાં આવવાથી તેણે જૈન ધર્મ સ્વીકાર્યો. કુમારપાળે અનેક જૈન દેવાલયો બંધાવ્યાં. હેમચંદ્રાચાર્ય પણ કુમારપાળના સમયનાં શ્રેષ્ઠ જૈન સાધુ અને ઉત્તમ લેખક હતા. તેમણે કુમારપાળને જૈનધર્મ અને તેના સિધ્ધાંતો સમજાવ્યા હતા. કુમારપાળના મુખ્ય શ્રેષ્ઠીઓમાં નૃપનાગનો પુત્ર આભડ અને શ્રેષ્ઠી દાદાક મુખ્ય હતા. વાઘેલા લવણ પ્રસાદ અને વરધવલના શાસનમાં વસ્તુપાલ - તેજપાલ બંને ભાઇઓ થઇ ગયા. જેઓ પોરવાડ વણિક જ્ઞાતિનાં હતા. લવણ પ્રસાદ અને વરધવલની રાજ્ય વ્યવસ્થા, વહીવટ, વિજયોની ગાથા આ બે મહામંત્રીઓને ફાળે જાય છે. વસ્તુપાલ-તેજપાલ બન્ને ભાઇઓએ ઉત્તમ વહીવટદાર તરીકેની ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓએ ભીમદેવ બીજાના પણ મંત્રી તરીકે સેવાઓ આપી છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તેમનું નામ સોળે કળાએ વિકસેલું છે. તેનું કારણ તેઓ વિદ્યા અને સંસ્કાર તથા વિદ્વાનોના પુજક હતા. તેઓ ઉત્તમ કવિઓ પણ હતા. વસ્તુપાલ પોતે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy