SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ યુગે યુગે પાટણની પ્રભુતા ગામ તેને ભેટ આપ્યું. નિન્નયના કેટલાક ગુણો લહરમાં પણ હતા. આચાર્ય શીલગુણ સૂરિ - પાટણના ધાર્મિક વિકાસ અને વનજરાના રાજકીય વિકાસમાં આચાર્ય શીલગુણસૂરિનું પ્રદાન ખુબ ઉંચું અને મહત્વનું છે. વનરાજને જંગલમાંથી લાવી રાજ બનાવ્યો ત્યાં સુધી યોગદાન તેમનું છે. તે રાજ્ય વનરાજે તેમને અર્પણ કર્યું. પરંતુ સૂરિએ તે ગ્રહણ ન કરતાં તેમની ઇચ્છા અણહીલપુર પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું દેવાલય બંધાવવાની હતી. આથી વનરાજે પંચાસરમાંથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મંગાવી મંદિર બંધાવી સ્થાપના કરી. આ જિનાલય બાદ વનરાજે કંથેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું. વનરાજના વારસદારોમાં છેલ્લો રાજા સામંતસિંહ હતો. જેને મુળરાજ સોલંકીએ મારી નાંખી પાટણની ગાદી મેળવી. ચાવડાવંશની સત્તાની જગ્યાએ સોલંકી વંશની સત્તા સ્થપાઈ. મુળરાજ પછી દુર્લભરાજા તથા તેનો નાનો ભાઈ નાગરાજ અને નાગરાજ પછી તેનો પુત્ર ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો. વિમલમંત્રી અને ડામરમંત્રી - ભીમદેવ પહેલાના સમયમાં વિમલ અને ડામર નામે મંત્રી હતા. વિમલમંત્રીએ વહીવટીક્ષેત્રે ઉત્તમ સેવા બજાવી અણહીલપુર પાટણને શ્રેષ્ઠ સાબિત કર્યું. આબુમાં (ચંદ્રાવતી-અબૂદ)માં જૈન દેરાસર બંધાવ્યું અને દેલવાડામાં વિમલવસહી નામે જૈન દેરાસર બંધાવ્યું. આજે પણ શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે જગત પ્રસિધ્ધ સ્થાન ધરાવે છે. ઈંટો અને લાકડાના મંદિર પછી લાલ રેતીયા પથ્ય અને આરસના પત્થરના બાંધકામોએ પ્રથમ સ્થાન મેળવ્યું. આ વિમલમંત્રીના વડવાઓમાં નિન્ના અને લહેર છે. તેમના વારસદાર તરીકે વિમલમંત્રી થયો. જેઓ બબ્બે વંશની સેવાઓ કરી છે. (વિમલ પ્રબંધ)ની નોંધ છે. બીજા મંત્રી ડામર હતા. અત્યંત બુદ્ધિશાળી અને ચતુરાઈમાં શ્રેષ્ઠ હતા. માળવાના રાજા અને ભીમ વચ્ચે મિત્રતા બાંધવામાં ઉત્તમ ભૂમિકા ડામરની રહી છે. તેમની ચતુરાઇને કારણે “ડાહ્યોડમરો'ની કહેવત પ્રચલિત બની. આજે પણ આ કહેવતમાં ડામર ગુજરાતમાં જીવતો છે. 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ અધ્યક્ષ-રસિકલાલ પરિખ, શેઠ ભો.જે. વિદ્યાભવન ૧૯૬૮ પાના નંબર ૯૨) હેમચંદ્રાચાર્ય અને તેમનું શિષ્યમંડળ - ભીમદેવ પછી સત્તાશાળી શાસક તરીકે સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાલ તથા છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા થયા. સિધ્ધરાજ અને કુમારપાલના સમયમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય થયા. જેમણે જૈનધર્મ, અહિંસા અને જૈન દેવાલયો બંધાવવામાં અનેરી મદદ આપી છે. સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમનો વિકાસશીલ પ્રયાસ રહ્યો છે. તેમનું શિષ્યમંડળ અને સાહિત્ય જગત શ્રેષ્ઠ છે. આપણે આગળ જોયું તેમાં અનેક જૈન શ્રાવકોએ પ્રદાન આપ્યું છે. તેમ છતાં બીજા વિભાગમાં તેનું વિસ્તૃત વર્ણન કરીએ. જયસિંહ સિદ્ધરાજના સમયમાં કવિ શ્રીપાલે પ્રશસ્તી લખી છે. ત્યારે કેટલાક મહાઅમાત્યો પણ સિધ્ધરાજના શાસનમાં વહીવટ સંભાળતા અને જયસિંહના રાજ્યના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy