SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૬૮ ઉત્તમ કવિ અને કવિઓના આશ્રયદાતા હતા. તેમણે નરનારાયણનંદ નામનું કાવ્ય લખ્યું હતું. તેઓ કવિતાઓનું વાંચન કરાવતા. તેમણે એટલા બધા કાવ્યો રચ્યાં હતાં કે કવિઓએ તેમને ‘સરસ્વતિ કંઠાભરણ’’, (સરસ્વતિનાં ગળાનો હાર) સરસ્વતિનો પુત્ર, ‘કુચલ સરસ્વતિ’ (દાઢીવાળી સરસ્વતિ) ‘કવિ કુંજર’, જેવા બિરુદો આપ્યાં હતાં. આ ઉપરાંત તેજપાલ અને તેજપાલની પત્નિ પણ સુંદર કાવ્યો રચતા. આ રીતે વણિક બંધુઓએ વીહવટની સાથે સાથે સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કર્યું છે. તથા સાંસ્કૃતિક વિકાસ સાધવામાં પણ મોખરે રહ્યા છે. કવિઓની સાથે સાથે આ વણિક બંધુઓ શ્રેષ્ઠ યોદ્ધાઓ પણ હતા. રાજાની સાથે યુદ્ધમાં સાથે રહી યુદ્ધ કરી વિજય મેળવતા. તેના અનેક ઉદાહરણો પણ મળે છે. કવિ, યોદ્ધા, ની સાથે સાથે તેઓ ધર્મ પરાયણ હતા. બન્ને ભાઇઓએ કેટલાંક મંદિરોના જિર્ણોદ્ધાર કરાવ્યાં છે. ધર્મશાળાઓ, કિલ્લાઓ, શસ્ત્રાગારો, બ્રહ્મપુરીઓ વગેરે લોકોપયોગી સ્થળો અને બાંધકામો કરાવ્યાં. આ ઉપરાંત તળાવ, કૂવા, વાવ પણ બંધાવ્યાં. તેમણે જૈનધર્મની સાથે હિંદુ શિવ અને વિષ્ણુની મૂર્તિઓ બંધાવી. તેમણે આબુ પર્વત ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું આરસનું મંદિર બંધાવ્યું અને નેમિનાથ સ્તોત્ર રચ્યું. વસ્તુપાલે અંબિકા સ્તોત્ર પણ રચ્યું છે. આમ ભીમદેવ બીજાના શાસનને સુવ્યવસ્થિત વિકસાવવામાં ણિક બંધુઓનો ફાળો નોંધપાત્ર છે. વિશળદેવના સમય (વિ.સં. ૧૨૯૮)માં પાટણ, વિસનગર, ડભોઇ વગેરે વિકાસ પામ્યાં. પરંતુ આ સમયે વિ.સં. ૧૩૧૫ થી ૧૩૧૮ ત્રણ વર્ષ દુષ્કાળ પડયો ત્યારે રાજાએ કચ્છમાંથી જગડુશા નામના એક વિણક શેઠને બોલાવી પાટણમાં મદદ કરવા માટે રાખ્યા હતા. આ રીતે ધાર્મિક વિકાસની સાથે આર્થિક મદદ પણ કરી હતી. વિશળદેવ પછી સારંગદેવ અને અર્જુનદેવ ગાદીએ આવ્યો. ત્યારબાદ કર્ણદેવ બીજો ગાદીએ આવ્યો. મોટાભાગના જૈન શ્રાવકોએ ગુજરાતને અહિંસક અને શ્રેષ્ઠ બનાવ્યું છે અને તેમનો ફાળો અનન્ય અને અગણિત છે. પાટણ ધરા અને સમગ્ર પાટણવાસીઓ તેમના આભારી છે. શત્રુંજય મહાતીર્થ અને યાત્રા :- જૈન ધર્મ પાળનાર દરેક વ્યક્તિને માટે શત્રુંજ્ય તીર્થનું ઘણું મહત્વ છે. કારણ કે ત્યાં જૈન દેવાલયો, મંદિરો અને પ્રાસાદો બંધાયેલા છે. ૧૩મી અને ૧૪મી સદીમાં અહીં મુસ્લીમ આક્રમણોની અસર જોવા મળી છે. છતાં આ તીર્થ યાત્રાને કોઇ ઝાઝી અસર થવા પામી ન હતી. નુકસાન થયું છે અને નુકસાન શ્રાવકો દ્વારા ભરપાઇ કરેલ છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ-રસિકલાલ પરિખ, પ્રબંધ ચિંતામણિ આચાર્ય મેરુત્તુંગ અને શેત્રુંજ્ય મહાત્મ્યમાં કેટલાંક વર્ણન આપેલા છે. અલ્લાઉદ્દીનના સમયમાં હિંદુ મંદિરોનો ચારે બાજુ ધ્વંસ થયો હતો. તેની માહિતી અને વર્ણન જાણવા મળે છે. તે પુસ્તકોમાં નોંધ્યું છે કે, સ્વર્ગના વિમાનની બરોબરી કરે તેવાં સેંકડો મંદિરો બંધાવેલ. ઉલુધખાને લશ્કર દ્વારા મુખ્યમંદિરને તોડી પાડી અનેક મૂર્તિઓ ખંડીત કરી. આ સમયે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy