SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫૩ દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે. એના કાંઠે સૂર્ય, ગણેશ, કાર્તિક વગેરે બીજા દેવોની દેરીઓ પણ હતી. સરોવરના મધ્ય ભાગમાં આવેલ બકસ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું અને એ મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યોજના કરેલી હતી. જળાશયનાં ત્રણ ગરનાળાં ઉપર જલશાયી વિષ્ણુનું મંદિર હતું. દેરીઓમાં વૈષ્ણવ, શૈવ એમ શાકત દેવદેવીઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત હતી. સરોવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીર્તિતોરણ આવેલું હતું. આ કીર્તિતોરણના કેટલાક ટુકડા પાટણનાં કેટલાંક ઘરો તથા મસ્જિદોમાં જડાયેલા મળી આવ્યા છે. કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી. એ પ્રશસ્તિ અખંડ સ્વરૂપે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ પાટણના વિજલકૂવા મહોલ્લાના એક શિવાલયમાં એનો ખંડિત ટુકડો શિલાલેખરૂપે સચવાયેલ છે.°એમાં માત્ર પાંચ જ શ્લોક (નં. ૭૬, ૭૭, ૭૯, ૮૭ ને ૯૦) સચવાયા છે. એમાં સિદ્ધરાજ જયસિંહનું પરમેશ્વર બિરુદ મળે છે. આ ખંડિત શિલાલેખનો ટુકડો આ ગ્રંથમાં છાપેલ છે. જયસિંહદેવના દોહદના વિ.સ. ૧૧૯૬ (ઇ.સ. ૧૧૩૯-૪૦ અને વિ.સં. ૧૨૦૨ (ઇ.સ. ૧૧૪૫-૪૬)ના શિલાલેખમાં અણહિલવાડ નગરનું સુંદર વર્ણન મળે છે. : अणहिलपाटकनगर सुरमंदिररुद्धतरणिहयमार्गम् । यस्यास्ति राजधानी राज्ञोऽयोध्येव रामस्य ॥ અર્થ : ‘સૂર્યના અશ્વોના માર્ગને અવરોધતાં ઊંચા ઊંચા દેવાલયો છે, તે આ અણહિલપાટક નામનું નગર સિદ્ધરાજ જયસિંહની રાજધાની છે, જેમ અયોધ્યા રામની રાજધાની હતી.' ભીમદેવ ૨ જાના પાટણ તામ્રપત્રો (વિ.સં. ૧૨૫૬, ભાદ્રપદ વદિ ૧૫, ભૌમ-૨૧ સપ્ટે, ઇ.સ. ૧૧૯૯)માં રાયકવાલ બ્રાહ્મણ જ્યોતિ સોઢલના પુત્ર આસધરને કડા ગ્રામની પૂર્વે મહીસાણા ગામના આનલેશ્વર મંદિરની ભૂમિની બાજુની અને ડાબી તરફ ઉલિ ગ્રામના માર્ગની ચાર હલવાહ ભૂમિ દાનમાં આપી. દાન અલિહ પાટકમાંથી આપવામાં આવ્યું હતું એના કડી દાનશાસન (વિ.સં. ૧૨૬૩, શ્રાવણ સુદ ૨, રવિ - ૯ જુલાઇ, ઇ.સ. ૧૨૦૬)માં રાણી લીલાદેવીએ બંધાવેલ ભીમેશ્વર અને લીલેશ્વર મંદિરને તથા તેની પાસેની પ્રપા (Fountain) અને સત્રાગાર (almhouse) ને ઇન્દિલા ગ્રામ દાનમાં આપ્યું હોવાનું જણાવ્યું છે. ભીમદેવ રજા ના વિ.સં. ૧૨૮૩, કાર્તિક સુદિ ૧૫, ગુરૂવાર (૫ નવે., ઇ.સ. ૧૨૨૬)ના તામ્રપત્રોમાં` માંડલના મૂલેશ્વર મહાદેવને તથા મઠના યોગીઓને નિત્ય પૂજા અને ભોજન માટે નતોલી ગામ દાનમાં આપ્યું. ટ્રસ્ટીઓમાં માંડલ મઠના સ્થાનપતિ વેદગર્ભરાશિ હતા. ભીમદેવ ૨ જાએ અણહિલપાટકમાંથી વિ.સં. ૧૨૮૮ (૧૨૮૯) ભાદ્રપદ શુદિ-૧, સોમ (૮ ઓગષ્ટ, ઇ.સ. ૧૨૩૩), વિ.સં. ૧૨૯૫, માર્ગ (માધ) શુદિ ૧૪, ગુરૂ' (૨૦ જાન્યુ., ઇ.સ.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy