SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૫ર પાટણમાં ચાવડા વંશની સત્તાનો અંત આવતાં ત્યાં સોલંકી વંશની સત્તા સ્થપાઇ. આ રાજવંશનો સ્થાપક રાજિનો પુત્ર મૂળરાજ સોલંકી હતો. આમ અણહિલવાડના સોલંકી રાજ્યની સ્થાપના ઈ.સ. ૯૪રમાં થઈ. . ' અભિલેખોમાં પાટણના નિર્દેશો સોલંકી વંશના પ્રથમ રાજા મૂળરાજે પોતાના શાસન કાલના પ૫ વર્ષ દરમ્યાન (વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૦૫૩) ચાર દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન વિ.સં. ૧૦૩૦ (ઇ.સ. ૯૭૪)નું પાટણ દાનશાસન છે. એમાં વચ્છકાચાર્યને ગંભૂતા વિષય (જિલ્લામાં હાલનું ગાંભુજિ. મહેસાણા) ભૂમિદાન કર્યાનો નિર્દેશ છે. મૂલરાજના કડી તામ્રપત્રો (વિ.સં. ૧૦૪૩, માઘ વદિ ૧૫, રવિ- ૨ જાન્યુ. ઇ.સ. ૯૮૭)માં વર્ધિ વિષયમાં આવેલ મંડલી (હાલનું માંડલ, તા. વિરમગામ)માં મૂલનાથ દેવના મંદિરને કંબોઇકા (હાલનું કંબોઈ - મોઢેરા નજીક) ગામનું દાન કર્યાનો નિર્દેશ છે. દાનશાસન અણહિલ પાટકમાંથી ફરમાવવામાં આવ્યું હતું. એના બાલેરાનાં વિ.સં. ૧૦૫૧, માધ સુદિ ૧૫ (જાન્યુ, ઈ.સ. ૯૯૫)નાં તામ્રપત્રોમાં કાવુકુન્શથી આવેલા દુર્લભાચાર્યના પુત્ર દીર્વાચાર્યને ચંદ્રગ્રહણના દિવસે સત્યપુર મંડલ (સાંચોર-જોધપુર)નું વરણક ગ્રામ દાનમાં આપ્યાનો નિર્દેશ છે. દાન અણહિલપાટણકમાંથી ફરમાવવામાં આવ્યું હતું. સોલંકી રાજા ભીમદેવ ૧લાના વિ.સં. ૧૦૮૬, કાર્તિક સુદિ ૧૫ (૨૫ ઓકટો, ઇ.સ. ૧૦૨૯)ના રાધનપુર તામ્રપત્રોમાં અણહિલ પાટકમાં નિવાસ કરતા રામ ભીમદેવે કચ્છના નવણીસક ગામમાંથી આવેલા અચાર્ય મંગલ શિવના પુત્ર ભટ્ટારક અજપાલને મસૂરા ગ્રામ દાનમાં આપ્યું હોવાનું જણાવ્યું છે. આજ રાજાના વિ.સં. ૧૦૮૬, વૈશાખ શુદિ ૧૫ (૨૦ એપ્રિલ, ઈ.સ. ૧૦૩૦)નાં તામ્રપત્રોમાં ઔદિચ્ય બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડક ગામની ઉત્તર દિશામાં ૧ હલવાહ (હળથી ખેડી શકાય તેટલી) જમીન દાનમાં આપ્યાનો નિર્દેશ છે. ' કદિવ ૧ લાના વિ.સં. ૧૧૪૮, વૈશાખ સુદિ ૧૫ સોમ (૨૫ એપ્રિલ, ઇ.સ. ૧૦૯૨)ના સૂનક (ઉ.ગુજરાત)ના તામ્રપત્રોમાં ઠકુર મહાદેવ સૂનક (ગામ સુણોક, તા. ઊંઝા, જિ. મહેસાણા) ગામમાં વાવ બાંધાવ્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૪-૧૧૪૨)સોલંકી વંશનો મહાપ્રતાપી રાજા હતો. વિ.સં. ૧૧૫૬ (ઈ.સ. ૧૧૦૦)માં ગંભૂતા પથક-૧૪૪માં આવેલ ભૂમિનું દાન જૈન મંદિરને કર્યું હોવાનો ઉલ્લેખ સિદ્ધરાજ સિંહના લાડોલ તામ્રપત્રોમાં આવે છે. હેમચંદ્રાચાર્યના દ્વયાશ્રય' કાવ્યમાં સિદ્ધરાજે બંધાવેલ સહસલિંગ મહાસરોવરના કાંઠે ૧૦૦૮ શિવમંદિર, ૧૦૮ દેવી મંદિર અને એક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy