SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૩૯) અને વિ.સં. ૧૨૯૬, માર્ગ વદિ ૧૪, રવિવાર (૨૭ નવે, ઈ.સ. ૧૨૩૯)નાં ત્રણ તામ્રપત્રો પગ્રત કર્યા. સં. ૧૨૮૮ના દાનશાનસમાં સલખણપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વરના મંદિરમાં સ્થાન પતિ વેદગર્ભ રાશિ અને તેના પુત્ર સોમેશ્વરે ભટ્ટારકોના ભોજનાર્થે અને સત્રાગાર માટે. ગામનું દાન અને ૨૦ હલવાહ ભૂમિનું દાન કર્યું. વિ.સં. ૧૨૯૫ના તામ્રપત્રમાં રાણા વીરમે ઘુસડી (માંડલ નજીક)માં બંધાવેલા વીરમેશ્વર અને સુમલેશ્વરના મંદિરના નિભાવ માટે ઘુસડી ગામમાં પલ્લડિકામાં બે હલવાહ ભૂમિનો એક બાગ દાનમાં આપ્યો. મઠનો સ્થાનપતિ વેદગભરાશિ રાજકુલના ટ્રસ્ટી હતો. સં. ૧૨૯૬ના તામ્રપત્રમાં વિરમે બંધાવેલા વીરમેશ્વર અને સુમલેશ્વરનાં મંદિરોમાં પૂજાથે રાજ્યસીયણી ગ્રામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. ત્રિભુવનપાલ દેવના વિ.સં. ૧૨૯૯, ચૈત્ર સુદિ ૬, સોમ (૧૦ માર્ચ, ઈ.સ. ૧૨૪૨)ના કંડી તામ્રપત્રમાં" રાણા લુણપસાથે તેની માતા રાણી સલખણદેવીના શ્રેય માટે બંધાવેલ સત્રાગારમાં રહેતા કાપેટિકોના ભોજનાર્થે ભાષહર (ઊંઝા નજીક) ગામ દાનમાં આપ્યાનું જણાવ્યું છે. કવિ સોમેશ્વરની આબુની તેજપાલ પ્રશસ્તિ (વિ.સં. ૧૨૮૭, ફાલ્ગન શુદિ ૩, રવિ-૩ માર્ચ, ઇ.સ. ૧૨૩૦)માં" અણહિલપુર નગરનું સુંદર વર્ણન નીચે પ્રમાણે છે: अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजा [ना-] બાઈનર [ 0 ] []માનં નિવઃ | ચિન તિમલીન ત્રિાવલિ - कृत इव [सि] तपक्षप्रक्षये [5]प्यंधकारः ॥३ અર્થાત્ “પ્રજા સુખનું સ્થાન, અજ, રજેિ અને રઘુ જેવા ચૌલુક્ય રાજવીઓથી રક્ષિત અણહિલપુર નગર છે, જ્યાં અત્યંત રમણીય નારીઓના ચંદ્ર સમાન મુખો વડે શુક્લ પક્ષના અંતે પણ અંધકાર મંદ થાય છે. ગિરના વિ.સં. ૧૨૮૮, ફાલ્ગન શુદિ ૧૦, બુધ (૩ માર્ચ, ઇ.સ. ૧૨૩૨)ના શિલાલેખમાં મંત્રી તેજપાલે શત્રુંજય અને અબુંદ પર્વત ઉપર ઘણાં મંદિરો બંધાવ્યાં અને કેટલાંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અણહિલપુર, ભૃગુપુર (ભરૂચ), સ્તંભનક (થાણા), સ્તંભતીર્થ (ખંભાત), દર્ભાવતી (ડભોઇ), ધવલકકક, (ધોળકા) અને બીજાં ઘણાં સ્થળોએ મંદિરો બંધાવ્યાં હોવાનો નિર્દેશ છે. અણહિલપાટકના વાઘેલા રાજા વીસલદેવના વિ.સં. ૧૩૧૭, લૌકિક જ્યક વદિ ૪, ગુરુ (૧૯ મે, ઇ.સ. ૧૨૬૧)ના કડી દાનપત્રમાંના ઉલ્લેખ અનુસાર મેહુણા ગામમાં છ હલવાહ જમીન, મંડલીમાં ૧૨ દુકાનો અને રીણસિહવાસણ ગામમાં ૬ હલવાહ જમીન દાનમાં આપીં. આ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy